જો તમારા ઘરમાં પોપડા હોવ તો ચેતજો: વાસણામાં પિતા-પુત્રનું મોત થઇ ગયું, પોલીસ પણ ધ્રુજી ગઈ જોઈને- જુઓ PHOTOS

ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતે મોતના કિસ્સા સામે આવે છે. ત્યારે હાલમાં અમદાવાદના વાસણામાંથી એક મામલો સામે આવ્યો, જેમાં પિતા અને પુત્રનુ અકાળે મોત થયું છે. વાસણામાં મકાનની છતના પોપડા પડતા પિતા-પુત્રના મોત થયાની ખબર સામે આવી રહી છે. અમદાવાદના વાસણામાં જીવરાજ પાર્ક પાસે આવેલ શિવ શંકરનગરમાં એક મકાનની છતના પોપડા પડતા પિતા અને પુત્રના મોત નિપજ્યા છે.

આ ઘટના મંગળવારે મોડી રાતે આશરે અઢી કલાકે ઘટી હતી. છતના પોપડા સાથે પંખો પડતા ઇજાગ્રસ્ત પિતા પુત્રના મોત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, શિવશંકર નગરના એક ઘરમાં મોડી રાત્રે પતિ-પત્ની અને તેમના બે પુત્રો સૂતા હતા. ત્યારે છત પરનો પોપડો નીચે પડતા તેની સાથે પંખો પણ પડ્યો અને આ કારણે પિતા અને પુત્રનું મોત નીપજ્યુ.

Image source

એવી માહિતી સામે આવી છે કે મકાનનું રિનોવેશન કરાવવાનું હતુ અને તેના માટે મકાન માલિકે પરિવારને ઘર ખાલી કરવા પણ કહ્યુ હતુ. પણ પરિવારે તેમની પાસે બે મિહનાનો સમય માંગ્યો હતો. ત્યારે આ દરમિયાન જ આ દુર્ઘટના ઘટી અને બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. ઘટનાને લઇને આસપાસનાં લોકોએ અવાજ સાંભળતા તેઓ પણ દોડી આવ્યા અને થોડીવાર માટે તો અફરાકતફરીનો માહોલ છવાઇ ગયો હતો.

Shah Jina