અમદાવાદમાં SG હાઇવે બ્રિજ પરથી એવા ફંગોળાયા કે આંતરડા બહાર આવી ગયેલા, લોકોએ લાશ પાસેથી પૈસાની ચોરી….
ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતોના કિસ્સા સામે આવતા રહે છે. ઘણીવાર આવા અકસ્માતમાં આખો પરિવાર હોમાઇ જતો હોય છે. તો ઘણીવાર આવા અકસ્માતમાં કેટલાક પરિવારોનો ચિરાગ બુજાઇ જતો હોય છે. હાલમાં અકસ્માતની ઘટના અમદાવાદમાંથી સામે આવી છે. જેમાં મોડી રાત્રે એક કાર ચાલકે એક દંપતિને અડફેટે લીધા હતા અને બંને બ્રિજ પરથી નીચે પટકાયા હતા. દંપતિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતુ. આ અંગે ટ્રાફિક પોલિસે ગુનો નોંધ્યો છે અને તપાસ હાથ ધરી હતી. આ સાથે જે કારે ટક્કર મારી હતી તેને પણ કબ્જે કરી હતી.
ઘટનાની વિગત જોઇએ તો, સોલા ભાગવત વિદ્યાપીઠ સામે 28મેની મોડી રાત્રે જીવલેણ અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં નિવૃત્ત પોલિસ અધિકારીના દીકરા અને વહુનું મોત નિપજ્યુ હતુ.મૃતક દંપતિનું નામ દ્રારકેશ અને જુલી છે. તેઓ મોડી રાત્રે એક્ટિવા પર હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેજ રફતાર કારે તેમને અડફેટે લીધા અને તેને કારણે બંને બ્રિજ પરથી નીચે પટકાયા હતા. જેને કારણે બંનેના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. મૃતક દંપતિના લગ્ન બે મહિના પહેલા જ થયા હતા અને તેઓ લગ્નની બે મહિનાની એનિવર્સરી ઉજવવા બહાર ગયા હતા.
ત્યાંથી તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા તે સમયે આ અકસ્માત સર્જાયો હતો. કાર ચાલક અકસ્માત બાદ કારી મૂકી નાસી છૂટ્યો હતો. દંપતિ 100 મીટરના અંતરે બ્રિજ પરથી પટકાયા હતા. જુલીને માથાના અને મોઢાના ભાગે ગંભીર ઇજા થઇ હતી અને તેને સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી પરંતુ ત્યાં હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. આ ઉપરાંત દ્રારકેશને પેટના ભાગે ગંભીર ઇજા થઇ હતી અને તે જયારે બ્રિજ ઉપરથી નીચે પડ્યો એ પહેલાં સાઈડની પાળી પર લાગેલા બોલ્ટ સાથે ઘસાયો હતો જેને કારણે તેના આંતરડાં બહાર આવી ગયા હતા અને પેટ પણ ફાટી ગયુ હતુ. દ્રારકેશનું તો ત્યાંને ત્યાં જ મોત થઇ ગયુ ગતુ.
ઉલ્લેખનીય છે કે, મૃતક દ્વારકેશના એક મિત્રએ ચોંકાવનારો આરોપ મૂકતા કહ્યું હતુ કે, ‘અમને પાછળથી ખબર પડી હતી કે દ્વારકેશ જ્યાંથી જમીને નીકળ્યો એના અડધો કલાક પહેલાં જ તેણે એક ડીલ કરી હતી તેનું 80-90 હજારનું પેમેન્ટ પણ તેની પાસે હતું. જયારે દ્વારકેશના એક્ટિવાને કારે ટક્કર મારી ત્યારે તે નીચે પડ્યો અને ત્યારે તેના સાથે જે રૂપિયા હતા તે વેરાઈ ગયા હતા. આવા સમયે પબ્લિકે લાભ લઇ પૈસા અને મોબાઇલની ચોરી કરી હતી.
દ્વારકેશના મોબાઈલ પર ફોન પણ કર્યા હતા પરંતુ કોઈ ફોન ઉપાડતું નહોતું અને પાછળથી એક અજાણ્યા શખસે ફોન ઉપાડી ગાંધીનગર બોલાવીને અમને ફોન અને ત્રણ હજાર રૂપિયા આપ્યા હતા. એ ભાઈએ એવું પણ જણાવ્યું કે ત્યાં પૈસા ઊડ્યા હતા. અમારે પૈસા નથી જોતા, પરંતુ આવા સમયે માણસને બચાવવાની જગ્યાએ લોકોએ જે કર્યું એ અયોગ્ય હતું.’