વાહ દાદી વાહ.. 87 વર્ષની ઉંમરમાં પણ કરી કમાલ, આ ઉંમરે બીજીવાર પૂર્ણ કરી માસ્ટર ડિગ્રી, વિદેશોમાં પણ થઇ રહી છે પ્રસંશા, જુઓ વીડિયો

શીખવાની કોઈ ઉંમર નથી હોતી એ વાત સાબિત કરી આપી આ દાદીએ, 87 વર્ષની ઉંમરમાં પૂર્ણ કરી બીજીવાર MAની ડિગ્રી, વાયરલ થયો વીડિયો

આપણે ત્યાં એવું કહેવાય છે કે શીખવાની કોઈ ઉંમર નથી હોતી, માણસ દરેક ઉંમરે શીખી શકે છે અને ઘણા લોકો એવા છે જે જીવનભર નાની મોટી બાબતોમાંથી કંઈકને કંઈક શીખતાં રહે છે. તો ઘણા વૃદ્ધ એવા પણ હોય છે જેમની શીખવાની જિજ્ઞાસા ક્યારેય નથી ઓછી થતી અને તે આ ઉંમરમાં પણ ફરી અભ્યાસ કરવા માટેનું પણ વિચારતા હોય છે.

ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક 87 વર્ષના દાદીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમને આ ઉંમરે બીજીવાર માસ્ટરની ડિગ્રી મેળવીને આખી દુનિયાને હેરાન કરી દીધી હતી. આ મહિલા છે કેનેડાની રહેવાસી વરથા શન્મુગનાથાન. તેમને યોર્ક યુનિવર્સીટીમાંથી બીજીવાર માસ્ટર્સની ડિગ્રી મળેવી હતી. આ ખબર પોતાની જાતમાં એક પ્રેરણાત્મકતા બક્ષે છે. સોશિયલ મીડિયામાં હવે તેનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ દાદીની પ્રસંશા કરી રહ્યા છે.

વરથા શન્મુગનાથાન મૂળ ભારતના રહેવાસી છે. અહીંથી જ તેમનો અભ્યાસ શરૂ થયો. આ પછી, તેમણે સિલોન યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા કર્યું. તેમણે લંડન યુનિવર્સિટીમાંથી પ્રથમ માસ્ટર ડિગ્રી મેળવવા માટે સખત મહેનત કરી. તેમણે લંડન યુનિવર્સિટીની બિરબેક કોલેજમાંથી તેમની પ્રથમ માસ્ટર ડિગ્રી મેળવી. 2004માં તે કેનેડા શિફ્ટ થઈ ગયા.

કેનેડાના નેતા વિજય થાનીગાસલમ પણ વરથા શન્મુગનાથાનની આ સિદ્ધિના વખાણ કરી રહ્યા છે. તેમણે એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તે વરથા શન્મુગનાથાનના વખાણ કરી રહ્યા છે. તેઓ કહેતા હોય છે કે જો અભ્યાસનું જૂનુન હોય તો કંઈપણ થઇ શકે છે. વરથા  અમારા માટે પ્રેરણા છે. અમને ગર્વ છે કે તે આપણા દેશમાં હાજર છે.

Niraj Patel