‘રિટાયરમેન્ટ પછી એશ કરીશ, બાળકોને એક ફૂટી કોડી પણ નહિ…’ વૃદ્ધ વ્યક્તિનો વીડિયો થયો વાયરલ

પૂરી જિંદગી મહેનતથી નોકરી કરી કમાયા પૈસા, પછી રિટાયર થતા જ કર્યુ એવું કામ કે…બાળકોના પણ હોંશ ઉડી ગયા

Haryana Man’s Unique Retirement : દરેક માં-બાપનું એક સપનું તો હોય જ છે કે તેઓ પોતાના બાળકોને ખૂબ પ્રગતિ કરતા જુએ. કારણ કે જ્યારે તે આગળ વધે છે ત્યારે તેમની સાથે સાથે માતા-પિતાનું નામ પણ રોશન થાય છે. મા-બાપનું પોતાના સંતાન માટે એક એવું પણ સપનું હોય છે કે તેઓ તેમના બાળકો માટે એટલા પૈસા જમા કરે કે તેમને જીવનમાં ક્યારેય કોઈની સામે હાથ ન ફેલાવવો પડે. ઘણી વખત લોકો તેમની નિવૃત્તિ પછી પણ નોકરી કરવા અથવા પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગે છે.

જેથી તેમના બાળકો માટે કોઈ આર્થિક સંકટ ન આવે. પરંતુ સોશિયલ મીડિયા પર એક વિચિત્ર કિસ્સો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ નિવૃત્તિ પછી તરત જ આનંદ માણવા નીકળી પડે છે. આ વ્યક્તિ હરિયાણાનો રહેવાસી છે. તેનું નામ ધર્મવીર છે, આ વ્યક્તિએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તે પૂલમાં ન્હાતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં તે કહે છે કે નિવૃત્તિ બાદ હું આવી જિંદગી જીવવા માંગતો હતો.

મારા બાળકોને લાગતું હતું કે હું તેમના માટે ઘણા પૈસા છોડી દઈશ, પરંતુ હું કહેવા માંગુ છું કે હું તેમના માટે એક પૈસો પણ નહીં આપું, કેમ તેઓ પોતે નથી કમાઈ શકતા શું, મેં કઇ ઠેકો લીધો છે, પૂરો સ્વાદ લઇશ પોતાના પૈસાનો. આ વીડિયો જેવો જ સામે આવ્યો કે વાયરલ થઇ ગયો. અત્યાર સુધીમાં આ વીડિયોને 19 લાખથી વધુ લાઈક્સ મળી છે અને લાખો લોકોએ આ વીડિયો જોયો છે. જણાવી દઇએ કે, ધરમવીરના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 177K ફોલોઅર્સ છે.

તે ઈન્સ્ટાગ્રામ પર આવા વીડિયો પોસ્ટ કરતા રહે છે. જનતા તેમની કાવ્ય શૈલીની દિવાની છે. આ વીડિયો પર એક યુઝરે લખ્યું, બાય ધ વે, આ આઈડિયા ખૂબ જ ફની છે, ભણીને મોટો કર્યો, હવે કમાઈ લો, આખરે પિતાના પૈસા પર કેટલો સમય ચાલશે. પરંતુ ઘણા લોકોને તેની આ વાત બિલકુલ પસંદ ન આવી અને ઘણા લોકોએ તો એમ પણ કહ્યું કે જ્યારે ઠેકો લેવાનો જ નહોતો તો પછી તેને પેદા કેમ કર્યો.

 

View this post on Instagram

 

A post shared by Monk In A Club (@dharambirharyana)

Shah Jina