ગિટારની ધૂન ઉપર આ જવાને ગાયું “આફરીન…આફરીન” ગીત, સાંભળીને લોકો બની ગયા મધહોશ, કરી રહ્યા છે દિલથી સલામ, જુઓ વીડિયો

સેનાના જવાનો હંમેશા સરહદ ઉપર ડેશન રક્ષા કરતા રહે છે અને દેશમાં પણ કોઈપણ આપત્તિ આવે ત્યારે ખડેપગે ઉભા રહીને મદદ કરતા હોય છે. દુશ્મનો સામે આપણને બચાવવા સિવાય પણ જવાનો તેમનું ટેલેન્ટ સોશિયલ મીડિયા દ્વારા ઘણીવાર બતાવતા હોય છે અને તેના વીડિયો વાયરલ થતા જ આખો દેશ તેમના ટેલેન્ટની પ્રસંશા કરતો હોય છે.

ત્યારે હાલ ‘ગાતે ગુનગુનાતે હિમવીર’નો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ જવાન પોપ્યુલર સોંગ ‘આફરીન આફરીન’ પોતાની સ્ટાઈલમાં ગાતો જોવા મળી રહ્યો છે. જવાનનનો અવાજ કાનને ઠંડક પહોચાવે છે. આ વીડિયો ઈન્ટરનેટ પર લાખો લોકોનું દિલ જીતી રહ્યો છે.  આ વિડિયો 30 જૂને @ITBP_official ના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા શેર કરવામાં આવ્યો હતો.

તેમણે કેપ્શનમાં લખ્યું  “ગાતે ગુનગુનાતે હિમવીર, આફરીન આફરીન… ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસનો કોન્સ્ટેબલ વિક્રમ જીત સિંહ ગાઈ રહ્યા છે. જ્યારે કોન્સ્ટેબલ એ નેલી ગિટાર વગાડી રહ્યા છે. આ સુંદર કપલને લોકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. જોકે, બાદમાં આ ટ્વીટ પણ ડિલીટ કરી દેવામાં આવ્યું હતું.

1.56 સેકન્ડની આ ક્લિપમાં જોઈ શકાય છે કે ITBPના બે જવાન ‘આફરીન આફરીન’ ગીત પર પરફોર્મ કરી રહ્યા છે. એક જવાન આ અદ્ભુત ગીતને સુંદર રીતે ગાતો જોવા મળી રહ્યો છે, જ્યારે બીજો જવાન ગિટાર પર તેની સાથે છે. અત્યાર સુધીમાં આ વીડિયોને ઘણા બધા લોકો જોઈ ચુક્યા છે અને પસંદ પણ કરી રહ્યા છે.

Niraj Patel