અફઘાનથી ભાગેલી પોપ સ્ટારે સંભળાવી દુ:ખ ભરેલી કહાની, કહ્યુ- ઘરમાં ઘૂસી આવ્યા હતા તાલિબાની

આ દિગ્ગજ સેલિબ્રિટી તાલિબાનીથી ફફડી ઉઠી, તાલિબાનીનું એવું ગંદુ સિક્રેટ ખોલ્યું કે….જાણીને આત્મા કંપી ઉઠશે

અફઘાનિસ્તાનની સૌથી પોપ્યુલર પોપ સ્ટાર અર્યાના સઇદેતેનો દેશ અફઘાનિસ્તાન છોડી દીધો છે. અર્યાના અમેરિકી ફ્લાઇટની મદદથી કાબુલથી બીજા દેશ પહોંચી ગઇ છે. તાલિબાનના ડરને કારણે તેણે આ પગલુ ભર્યુ છે. અર્યાનાએ કહ્યુ કે, અફઘાનિસ્તાનમાં શરિયા કાનૂનથી ડર લાગે છે. કાબુલ પર કબ્જો જમાવતા જ ખૂંખાર તાલિબાને શરિયાને લાગુ કરી દીધો છે.

અફઘાનિસ્તાનમાં મહિલાઓનું જીવન નર્ક સમાન છે અને ત્યાં મહિલા અધિકારોનો હવે કોઇ મતલબ નથી. આવનાર દિવસોમાં મહિલાઓ કામ કરશે કે નહિ તે એક મોટો સવાલ છે. અર્યાનાએ દેશ છોડ્યાની જાણકારી ચાહકોને ઇન્સ્ટાગ્રામ પર આપી છે. તેણે કેપ્શનમાં લખ્યુ છે કે, કંઇક ન ભૂલનાર અને ડર ભરેલી રાતો બાદ આખરે હું જીવતી અને સ્વસ્થ છુ અને હવે ઇસ્તાંબુલ માટે ફ્લાઇટની રાહ જોઇ રહી છુ.

તમને જણાવી દઇએ કે, અર્યાના સઇદને મહિલાના હિતોની કટ્ટર સમર્થક માનવામાં આવે છે. તે અફઘાનિસ્તાનની સેનાને પણ સપોર્ટ કરે છે. કેટલાક મોકા પર તેણે તાલિબાનનો ખુલીને વિરોધ પણ કર્યો છે. તેણે ઘણીવાર કહ્યુ છે કે દેશહિતમાં તાલિબાન બરાબર નથી. હાલમાં જ અર્યાનાએ પોતે સોશિયલ મીડિયા પર જાણકારી આપી કે તેણે અફઘાનિસ્તાન છોડી દીધો છે. છેલ્લા સપ્તાહે 17 ઓગસ્ટના રોજ અર્યાના અફઘાનિસ્તાનથી તેના મંગેતર હસીબ સૈયદ સાથે અમેરિકી કાર્ગોમાં બેસી અફઘાનિસ્તાનથી નીકળી ગઇ હતી.

અર્યાનાએ જણાવ્યુ કે, આખરે તે કેવી રીતે તાલિબાની આતંકિયોને ચકમો આપવામાં કામયાબ રહી અને કેવી રીતે મંગેતર સાથે સુરક્ષિત અફઘાનિસ્તાનથી બહાર નીકળી. અર્યાનાએ રોયટર્સને આપેલ ઇન્ટરવ્યુમાં જણાવ્યુ કે, તેને 14 ઓગસ્ટના રોજ એક ફોન આવ્યો, જેમાં વોર્નિંગ આપવામાં આવી કે તાલિબાન કાબુલ પર કબ્જો કરી રહ્યુ છે, જેના આગળના જ દિવસે અર્યાના અને તેના મંગેતરને કોમર્શિયલ ફ્લાઇટમાં 15 ઓગસ્ટનું રિઝર્વેશન કરાવ્યુ. આ એ જ દિવસ હતો જે દિવસે તાલિબાની કાબુલમાં ઘૂસી ગયા હતા અને પોતાનો કબ્જો જમાવવામાં કામયાબ રહ્યા હતા.

તે દિવસે ફ્લાઇટ ઉડાન ભરી શકી નહિ. અર્યાના જણાવે છે કે તેણે એરપોર્ટ પર ગોળીઓનો અવાજ સાંભળ્યો હતો. જેને કારણે ત્યાં દહેશતનો માહોલ હતો. તે દિવસે અર્યાના અને તેનો મંગેતર એરપોર્ટથી નીકળી ગયા, કારણ કે તેમને ડર હતો કે તાલિબાની તેમને ઓળખી લેશે અને જીવનો ખતરો હોઇ શકે છે. તે જીવ બચાવવા માટે કેટલાક સંબંધીઓના ઘરે રોકાઇ હતી. આગળના દિવસે તાલિબાની કાબુલમાં ઘરે ઘરે તલાશી લેવા લાગ્યા હતા. અર્યાના જણાવે છે કે ડર અને દહેશત વચ્ચે તે લોકો ફરી એકવાર એરપોર્ટ માટે નીકળ્યા, જો કે આ વખતે તે બંને અલગ અલગ ગાડીઓમાં સવાર હતા. તેમણે તેમનો ચહેરો પૂરી રીતે ઢાંકીને રાખ્યો હતો, માત્ર આંખો જ દેખાઇ રહી હતી.

અફઘાનિસ્તાન છોડ્યા બાદ અર્યાનાએ એએનઆઇને આપેલ ઇન્ટરવ્યુમાં ભારતને સાચો મિત્ર જણાવ્યો તો પાકિસ્તાન પર આરોપ લગાવ્યા છે. આ સાથે જ તે અફઘાની રાષ્ટ્રપતિ અશરફ ગનીથી નારાજ જોવા મળી અને દુનિયાના સુપર પાવર કહેવાતા દેશ વિશે પણ ઘણુ કહ્યુ.

અર્યાનાએ પાકિસ્તાન પર આરોપ લગાવતા કહ્યુ કે, હું તેને (પાકિસ્તાન)ને દોષ આપુ છુ અને મને ઉમ્મીદ છે કે તે પાછળ હટશે અને અફઘાનિસ્તાનની રાજનીતિમાં હવે વધુ હસ્તક્ષેપ નહિ કરે. મેં પાકિસ્તાનના એવી વીડિયો અને સબૂત જોયા છે કે જેનાથી ખબર પડે છે કે તાલિબાનને સશક્ત બનાવવા પાછળ પાકિસ્તાનનો હાથ છે.

Shah Jina