1000 ગર્લફ્રેન્ડ ફેરાવનારો ધર્મગુરૂને કોર્ટે સંભળાવી 100 નહિ, 200 નહિ પણ આટલા હજાર વર્ષની સજા….
દુનિયામાં એવા ઘણા લોકો છે જેમના કારનામા સામાન્ય લોકોની કલ્પનાની બહાર છે. જોકે ઘણી વખત તેઓ તેમના કારનામાને કારણે પકડાઈ જાય છે અને પછી જેલના સળિયા પાછળ પહોંચી જાય છે. આવા જ એક તુર્કીના ધાર્મિક નેતા છે, જેમને ત્યાંની અદાલતે 8658 વર્ષની જેલની સજા સંભળાવી છે. આ સજા પોતાનામાં એકદમ ઐતિહાસિક છે અને આ ધર્મગુરુને જીવનભર જેલમાં રહેવું પડશે.
અદનાન ઓક્તાર નામનો આ વ્યક્તિ ઘણીવાર આધુનિક કપડાં પહેરેલી મહિલાઓથી ઘેરાયેલો જોવા મળતો હતો જેને તે ‘કિટન્સ’ કહેતો હતો. સ્થાનિક તુર્કી મીડિયા અનુસાર અદનાન એક સંપ્રદાયના નેતા તરીકે જાણીતો હતો. તે મહિલાઓ સાથે ટીવી કાર્યક્રમો કરતો હતો જેમાં તે રૂઢિચુસ્ત મૂલ્યોનો પ્રચાર કરતો હતો. અદનાને ‘હારૂન યાહ્યા’ નામથી વિશ્વની ઘણી ભાષાઓમાં ઘણા પુસ્તકો પણ પ્રકાશિત કર્યા છે.
વર્ષ 2018માં પોલીસે અદનાનના એક વિલામાં દરોડો પાડ્યો અને ઇસ્લામિક નેતા અને તેના સેંકડો સમર્થકોની ધરપકડ કરી. પોલીસે ખુલાસો કર્યો હતો કે તે ઇસ્લામિક સંપ્રદાયના નેતા તરીકે દર્શાવતી ગુનાહિત ગેંગ ચલાવતો હતો. તેની ઓનલાઈન A9 ટીવી ચેનલ પણ બંધ થઈ ગઈ હતી. જાન્યુઆરી 2021માં અદનાનને 10 અલગ-અલગ આરોપોમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. આમાં ગુનાહિત ગેંગ ચલાવવી, રાજકીય અને લશ્કરી જાસૂસીમાં સામેલ થવું, સગીરોનું જાતીય શોષણ, બળાત્કાર, બ્લેકમેલ અને ટોર્ચરનો સમાવેશ થાય છે.
હાલમાં તેના પર સજાની જાહેરાત કરવામાં આવી છે. પોતાના ઉપદેશોમાં અદનાન પરંપરા અને રૂઢિવાદી વિચારોની વાત કરતો હતો, પરંતુ તેની આસપાસ હાજર મહિલાઓ આધુનિક અને ઓછા કપડામાં જોવા મળતી હતી. તે ખૂબ ઓછી વસ્ત્રો અને બિકી પહેરેલી છોકરીઓથી ઘેરાયેલો હતો. 66 વર્ષીય અદનાન પોતે આધુનિક ડ્રેસ પહેરતો હતો. તે અવારનવાર પાર્ટીઓ યોજતો હતા અને તેમના કાર્યક્રમોમાં ભારત અને વિદેશની હસ્તીઓને આમંત્રિત કરતો.
આશ્ચર્યની વાત એ છે કે અદનાને જજને કહ્યું હતું કે તેની લગભગ 1000 ગર્લફ્રેન્ડ છે. સુનાવણી દરમિયાન અદનાને ઘણા રહસ્યો અને ભયાનક જાતીય ગુનાઓનો ખુલાસો કર્યો હતો. થોડા વર્ષો પહેલા, કેટલીક મહિલાઓએ આરોપ લગાવ્યો હતો કે અદનાને ઘણી મહિલાઓ પર બળાત્કાર કર્યો હતો અને તેમને ગર્ભનિરોધક દવાઓ લેવા દબાણ કર્યું હતું. એકવાર દરોડામાં અદનાનના ઘરેથી 69 હજાર ગર્ભનિરોધક ગોળીઓ મળી આવી હતી. હાલમાં અદનાન ફરી જેલના સળિયા પાછળ પહોંચી ગયો છે.