ઇન્ડસ્ટ્રીમાં ફરી છવાયો શોકનો માહોલ, 25 વર્ષની ઉંમરમાં જ આ ખ્યાતનામ અભિનેતાની લાશ બાથરૂમમાંથી મળી, મોત, આપઘાત કે પછી….?
Aditya Singh Rajput Death : ‘સ્પ્લિટ્સવિલા’ અને ‘ગંદી બાત’ ફેમ અભિનેતા અને કાસ્ટિંગ ડિરેક્ટર આદિત્ય સિંહ રાજપૂતનું નિધન થયું હોવાની ખબર હાલ સામે આવી છે. આદિત્ય માત્ર 25 વર્ષનો હતો. સોમવારે, 22 મેના રોજ બપોરે તેના ઘરના બાથરૂમમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આદિત્ય મુંબઈના અંધેરી વિસ્તારમાં રહેતો હતો.
બિલ્ડિંગના 11મા માળે રહેતા આદિત્યની ડેડ બોડી સૌથી પહેલા તેના મિત્રએ જોઈ હતી. તે બાથરૂમમાં બેભાન અવસ્થામાં પડ્યો હતો. મિત્રે તરત જ ઈમારતના ચોકીદારને જાણ કરી, ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જોકે, ડોક્ટરો સુધી પહોંચે તે પહેલા જ તેણે જીવ ગુમાવ્યો હતો.
મુંબઈ પોલીસે મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.આશંકા છે કે આદિત્ય સિંહ રાજપૂતના મોતનું કારણ ડ્રગનો ઓવરડોઝ છે. જોકે, પોલીસ વધુ તપાસ કર્યા વિના કોઈ નિષ્કર્ષ પર પહોંચવા માંગતી નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું કારણ બહાર આવશે.
આદિત્ય સિંહ રાજપૂતને સૌથી પહેલા ટીવી રિયાલિટી શો ‘સ્પ્લિટ્સવિલા’થી લોકપ્રિયતા મળી હતી. કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે તેઓ ઈન્ડસ્ટ્રીમાં જાણીતા હતા. મોડલ તરીકે પોતાની કરિયરની શરૂઆત કરનાર આદિત્ય સિંહ રાજપૂતે 300થી વધુ ટીવી જાહેરાતોમાં કામ કર્યું હતું. અભિનયની દુનિયામાં સંઘર્ષ કરીને, તેણે પોતાની બ્રાન્ડ ‘પોપ કલ્ચર’ શરૂ કરી, જેના હેઠળ તેણે કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે કામ કર્યું.