કેવો દેખાય છે ભરતીનો લાડલો ‘ગોલા’? ફેમસ સિંગર આદિત્ય નારાયણે આખા ગામ વચ્ચે ખોલી નાંખ્યું સૌથી મોટું રહસ્ય
કોમેડી ક્વીન ભારતી સિંહે જયારથી તેના પુત્રને જન્મ આપ્યો છે ત્યારથી તે તેનો પતિ હર્ષ અને તેનું બાળક ઘણુ જ ચર્ચામાં છે. ભારતીના પ્રિય પ્રિન્સ ગોલાની એક ઝલક મેળવવા માટે ચાહકો આતુર છે. ચાહકો જાણવા માગે છે કે ભારતી અને હર્ષનુ બાળક કેવુ દેખાય છે? ભારતીએ હજુ સુધી તેના પુત્રનો ચહેરો બતાવ્યો નથી. પરંતુ ભારતી અને હર્ષના મિત્ર તેમજ અભિનેતા, સિંગર અને હોસ્ટ આદિત્ય નારાયણ એ જણાવ્યું છે કે ભારતી અને હર્ષનો નાનકડો રાજકુમાર કેવો દેખાય છે. આદિત્ય નારાયણ ભારતી અને હર્ષનો નજીકનો મિત્ર છે.
આદિત્ય એવા નસીબદાર લોકોમાંથી એક છે જેણે ભારતીના લિટલ પ્રિન્સને જોયો છે. આદિત્યએ કહ્યું કે ભારતી અને હર્ષનો પુત્ર ગોલા કેવો દેખાય છે. ઇટાઇમ્સ સાથેની વાતચીતમાં આદિત્યએ કહ્યું કે તે ભારતીને પોતાની બહેન અને હર્ષને પોતાનો ભાઈ માને છે. તેણે એમ પણ કહ્યું કે તેમના બાળકોની જન્મતારીખમાં માત્ર 40 દિવસનું અંતર છે. આદિત્યની પુત્રીનો જન્મ 24 ફેબ્રુઆરીએ થયો હતો, જ્યારે ભારતી અને હર્ષના પુત્રનો જન્મ 3 એપ્રિલે થયો હતો.
આદિત્યએ કહ્યું કે જ્યારે પણ તેઓ એકબીજાને મળે છે ત્યારે તેમના બાળકો વિશે વાત કરે છે.આદિત્યએ જણાવ્યું કે જ્યારે પણ તે ભારતી અને હર્ષને મળે છે ત્યારે તે ગોલાના વીડિયો જુએ છે. આદિત્યને ગોલા એકદમ ક્યૂટ લાગે છે. ભારતીના પુત્ર ગોલા વિશે વાત કરતાં, તેણે કહ્યું- તેને હજી સુધી તેની આઇબ્રો મળી નથી… તે ખૂબ જ સુંદર અને આરાધ્ય છે.
આદિત્યની આ વાત સાંભળ્યા પછી, ચાહકો ભારતી અને હર્ષના પુત્રને જોવા માટે રાહ જોઈ શકતા નથી. તેઓ ગોલાને જોવા માટે તલપાપડ થઇ રહ્યા છે. તમને જણાવી દઈએ કે ભારતી અને હર્ષ તેમના પુત્રને પ્રેમથી ગોલા કહીને બોલાવે છે, કારણ કે તે ગોલુ-મોલુ અને એકદમ ક્યૂટ છે. હવે દરેક રાહ જોઇ રહ્યા છે કે ક્યારે ભારતી પોતાના પુત્રનો ચહેરો જાહેર કરીને ચાહકોની આ ઈચ્છા પૂરી કરે છે.
જો કે, ભારતીએ કહ્યુ હતુ કે, તેની માતા અને તેની સાસુએ બાળકના જન્મના 40 દિવસ સુધી તસવીરો મૂકવાની ના કહી છે. આ કારણ છે કે હજી સુધી ભારતી અને હર્ષે તેમના લાડલા રાજકુમારનો ચહેરો બતાવ્યો નથી.