‘આદિપુરુષ’ને લઇને હિંદુ સંગઠનોની બવાલ, અહીં થિયેટરમાં ઘુસી રોકાવવામાં આવ્યો શો- જુઓ વીડિયો

‘સાંભળ મારી વાત, તું કેટલીક પણ મોટી તોપ હોય…’ જય શ્રી રામ કહી મુંબઇમાં રોકાવવામાં આવ્યો ‘આદિપુરુષ’નો ચાલતો શો- જુઓ વીડિયો

ક્રિતી સેનન અને પ્રભાસ સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ આદિપુરુષ 16 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી જ વિવાદોમાં ચાલી રહી છે. ફિલ્મ અંગે લોકોનું કહેવું છે કે આદિપુરુષમાં ખોટી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ પાત્રોનો પરિચય પણ યોગ્ય રીતે નથી અપાયો. ફિલ્મને લઈને વિવિધ સ્થળોએ લોકોનો વિરોધ પણ જોવા મળી રહ્યો છે. ત્યાં આ વિવાદ વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

જેમાં કેટલાક લોકો આદિપુરુષના ચાલતા શોને અટકાવતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં હિન્દુ સંગઠનના લોકો મુંબઈના એક થિયેટરમાં ચાલી રહેલા આદિપુરુષના શોને અટકાવતા અને થિયેટરમાં બેઠેલા લોકો તેમજ થિયેટરના મેનેજમેન્ટ સાથે દલીલ કરતા જોવા મળી રહ્યા છે. આ ચર્ચા દરમિયાન એક વ્યક્તિ કહે છે કે જો તમે આ પ્રકારની ફિલ્મનું સમર્થન કરો છો તો તમને બધાને શરમ આવવી જોઇએ. મેનેજમેન્ટ સાથેની દલીલ દરમિયાન તેણે કહ્યું કે તમને શરમ નથી આવતી,

અમે અમારા દેવી-દેવતાઓનું અપમાન સહન નહીં કરીએ. તમે ગમે તેટલી મોટી તોપ ચલાવો, અમે વિરોધ કરીશું, ભલે અમારે ફાંસીના માંચડે ચઢવું પડે, અમે ચડીશું કારણ કે અમે કાયર નથી. આ પછી ત્યાં હાજર લોકો જય શ્રી રામના નારા પણ લગાવે છે અને ફિલ્મનો બહિષ્કાર કરવાનું કહે છે. જણાવી દઈએ કે આ વિરોધ દરમિયાન હિંદુ સંગઠનના લોકોએ શો બંધ કરીને ત્યાંના પોસ્ટર પણ ફાડી નાખ્યા હતા. શો બંધ થયા બાદ ત્યાં બેઠેલા તમામ દર્શકો થિયેટરની બહાર નીકળી ગયા હતા.

આ વીડિયો વાયરલ થયા બાદ કેટલાક લોકો હિન્દુ સંગઠનોનું સમર્થન કરી રહ્યા છે તો કેટલાક લોકો વિરોધ પણ કરી રહ્યા છે. ઓમ રાઉત દ્વારા નિર્દેશિત ફિલ્મ આદિપુરુષને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો નથી. ફિલ્મ સતત ટીકાનો સામનો કરી રહી છે. જ્યાં એક બાજુ ‘આદિપુરુષ’ને લઇને ઘણો વિવાદ ચાલી રહ્યો છે, ત્યાં બીજી તરફ પહેલા દિવસે જ આ ફિલ્મે વિશ્વભરમાં 140 કરોડ અને બીજા દિવસે 100 કરોડની કમાણી કરી અને તે પછી 100 કરોડનું કલેક્શન કર્યું. ફિલ્મે પ્રથમ વીકએન્ડ પર વિશ્વભરમાં 340 કરોડ રૂપિયાની કમાણી કરીને ઇતિહાસ રચ્યો. જો કે, આ પછી કે મન્ડે ટેસ્ટમાં ફેલ ગઇ હતી.

Shah Jina