નવા બોયફ્રેન્ડ સાથે રસ્તા પર કિસ માંગી રહી હતી રાખી સાવંત, આદિલે ખુલ્લે એવી જગ્યાએ લાત મારી કે ચોંકી જશો

અભિનેત્રી રાખી સાવંત પોતાની લવ લાઈફને લીધે હંમેશા ચર્ચામાં બનેલી રહી છે. પહેલા તે પોતાના પતિ રિતેશને લીધે તો હવે તે આદિલ ખાન દુર્રાની સાથેના પોતાના રિલેશનને લીધે લાઇમલાઇટમાં બનેલી રહે છે.

એવામાં એક વાર ફિરથી રાખીનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જેમાં તે આદિલ સાથે મસ્તીના મૂડમાં દેખાઈ રહી છે.દરેક રોજ ઘરેથી નીકળતી વખતે રાખી મીડિયાકર્મીઓ સાથે ખુબ મસ્તી કરે છે પણ આ વખતે આદિલ સાથે મસ્તી કરવી રાખીને જ ભારે પડી ગયું.

ગત દિવસોમાં રાખીને આદિલ સાથે સ્પોટ કરવામાં આવી હતી. આ સમયે તે ખુબ મસ્તીના મૂડમાં દેખાઈ હતી અને અચાનક જ તે આદિલ સાથે કિસ કરવાની પણ ડિમાન્ડ કરવા લાગી હતી એવામાં આદિલ પણ મસ્તીના મૂડમાં દેખાયો અને મજાકમાં આદિલે પોતાના પગ વડે જોરથી રાખીની બેકસાઇડ પર લાત મારી હતી.

એવામાં લોકોએ પણ મજાકના મૂડમાં કહ્યું કે આદિલ સાથે મસ્તી કરવી રાખીને જ ભારે પડી ગયું. જ્યાં એક તરફ રાખી બિંદાસ અને ખુશનુમા અંદાજમાં જોવા મળે છે જ્યારે આદિલ ખુબ શર્મિલા અંદાજમાં જોવા મળે છે, છતાં આદિલ-રાખીની જોડી ચાહકોને ખુબ પસંદ આવે છે અને તેના વિડીયો પણ ખુબ પસંદ કરે છે.

આ દરમિયાન રાખીએ રણવીર સિંહના કપડા વગરના ફોટોશૂટ પર પણ વાત કહી હતી.જ્યારે રાખીને આ વાત પૂછવામાં આવી તો તે ગુસ્સે થઇ ગઈ હતી અને કહ્યું કે તે કોઈ કપડા વગરનો ફોટોશૂટ નથી, પણ ન્યૂડ તો લોકોની આંખો છે. તે મારો મિત્ર છે, ગરમી આટલી છે કે તે ન્હાવા માટે ગયો અને તેના કડપા વાંદરો ઉઠાવીને લઇ ગયો”.

તેના પહેલા રાખીએ મીડિયાકર્મીઓને કહ્યું કે તેને આદિલ માટે પોતાના વાળ વધાર્યા છે અને તે તેને મળ્યા વગર જ કામ પર ચાલ્યો ગયો, પણ જ્યારે આદિલ પાછો આવ્યો તો રાખી ખુશ થઇ ગઈ અને તેના પર ફૂલો વરસાવીને સ્વાગત કર્યું હતું. આ જોઇને આદિલની પૂર્વ પ્રેમિકાએ પણ રિએક્શન આપ્યું હતું. આ દરમિયાન આદિલની પૂર્વ પ્રેમિકા રોશીના દેલવારીએ એક તસ્વીર ઇન્સ્ટા પર શેર કરી હતી અને રાખીને ટોણો મારતા કહ્યું કે,”મને નથી ખબર કે કોઈ મહિલા આટલું ખોટું કેવી રીતે બોલી શકે અને તે વિશે તે ખરાબ મહેસુસ પણ નથી કરતી, શું માત્ર પબ્લિસિટી માટે?”

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

આદિલ અને રોશીનાએ 4 વર્ષ સુધી એકબીજા સાથે ડેટ કરી હતી જો કે તે લાઈમાઈટમાં ત્યારે  આવી જ્યારે તેણે રાખીને કોલ કર્યો અને પોતાને આદિલની પૂર્વ પ્રેમિકા જણાવી હતી.એવામાં ચાહકોને પણ આદિલ રાખીના લગ્નની આતુરતાથી રાહ છે, રાખી અવારનવાર આદિલ સાથેના લગ્નની વાત કરતી જોવા મળે છે જો કે હજુ કોઈએ કન્ફોર્મ નથી કર્યું કે તેઓ ક્યારે લગ્ન કરશે.

Krishna Patel