ખાલી અંગ્રેજીમાં હોશિયારી કરીને વાતો કરે છે અભિનેત્રીઓ, કોઈ છઠ્ઠી ફેલ છે તો કોઈક 12મુ ફેલ !
બોલિવૂડ અભિનેત્રીઓ ઘણી વખત તેમની ફેશન અને ગ્લેમર માટે ચર્ચામાં રહે છે. આ અભિનેત્રીઓ તેમની ફિલ્મો દ્વારા કરોડોની કમાણી કરે છે. ખૂબ વૈભવી જીવન જીવતી હોય છે. તે લોકોને હંમેશા અંગ્રેજીમાં વાત કરતા સાંભળ્યા હશે પરંતુ જ્યારે તમે તેમના શિક્ષણ વિશે જાણશો ત્યારે તમે ચોકી જશે. બોલિવૂડમાં માત્ર થોડી અભિનેત્રીઓ ગ્રેજ્યુએટ છે. ઘણી અભિનેત્રીઓ 12 પાસ પણ નથી. એક અભિનેત્રી તો એવી છે જેણે માત્ર 5 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે.
1.એશ્વર્યા રાય બચ્ચન – બોલીવુડની સૌથી સુંદર અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન 12 પાસ છે એશ્વર્યાએ કારકિર્દી બનાવવા માટે અભ્યાસ અધવચ્ચે છોડી દીધો હતો. જોકે આજે પરિણામ બધાની સામે છે.
2. આલિયા ભટ્ટ – બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ પણ માત્ર 12 પાસ છે. ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર આલિયાએ શાળા પછી જ અભિનયની શરૂઆત કરી હતી. અને તેના અભ્યાસને અલવિદા કહ્યું હતું.
3. પ્રિયંકા ચોપરા – બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. બોલિવૂડ અને હોલીવુડમાં પોતાની અલગ ઓળખ બનાવનાર પ્રિયંકા માત્ર 12 પાસ છે. મિસ ઇન્ડિયા અને મોડલિંગમાં કારકિર્દી શરૂ કર્યા બાદ પ્રિયંકાનો અભ્યાસ અધૂરો રહી ગયો. જણાવી દઈએ કે પ્રિયંકા શરૂઆતથી જ ક્રિમિનલ સાઈકોલોજિસ્ટ બનવા માંગતી હતી જેના માટે પ્રિયંકાએ મુંબઈની જયહિંદ કોલેજમાં એડમિશન લીધું હતું.
4. કંગના રનૌત – બોલિવૂડની પંગા ક્વીન કંગના રનૌત 10 પાસ છે. પોતાના ઉત્સાહ માટે જાણીતી કંગના 12માં નાપાસ થઈ હતી. જે બાદ કંગના પોતાના ઘરથી ભાગી ગઈ હતી અને કારકિર્દી બનાવવા મુંબઈ આવી હતી. કંગનાએ ઘણી વખત કહ્યું છે કે શરૂઆતમાં તેના અંગ્રેજીને કારણે તેની ખૂબ મજાક ઉડાવવામાં આવતી હતી.
5. બિપાશા બાસુ – બિપાશા બાસુ પણ માત્ર 12 પાસ છે. તે અભિનયમાં કારકિર્દી બનાવતા પહેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માંગતી હતી પરંતુ પછી તેને મોડેલિંગની ઓફર મળવા લાગી અને અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો.
6. કરીના કપૂર ખાન – બોલિવૂડની બેબો કરીના કપૂરનું નામ પણ આ યાદીમાં સામેલ છે. બોલીવુડમાં કારકિર્દી બનાવવા માટે કરીનાએ અભ્યાસ અધવચ્ચે છોડી દીધો હતો. કરીના કપૂર કોમર્સનો અભ્યાસ કરતી હતી અને આગળ કાયદાનો અભ્યાસ કરવા માંગતી હતી પરંતુ તે અધૂરું રહી ગયું.
7. દીપિકા પાદુકોણ – આ લિસ્ટમાં આગળનું નામ દીપિકા પાદુકોણનું છે. દીપિકા પણ અભ્યાસની બાબતમાં પાછળ રહી છે. દીપિકાએ પોતે એક શોમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. દીપિકાએ કહ્યું હતું કે તેની માતા ઈચ્છતી હતી કે તે ગ્રેજ્યુએશન કરે પરંતુ તે થઈ શક્યું નહીં. દીપિકાએ કહ્યું હતું કે એક દિવસ ચોક્કસપણે તેની માતાની ઈચ્છા પૂરી કરીશ.
8. કરિશ્મા કપૂર – 90ના દાયકાની સુંદર અભિનેત્રી કરિશ્મા કપૂર માત્ર 5મું પાસ છે. પાંચમા પછી તેણે છઠ્ઠા ધોરણમાં અભ્યાસ છોડી દીધો હતો. કરિશ્માએ માત્ર 16 વર્ષની ઉંમરે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તે ફિલ્મો માટે એટલી સિરિયસ હતી કે તેણે અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો જોકે તેણે તેની કારકિર્દીમાં ઘણું નામ કમાવ્યું હતું.
9. સોનમ કપૂર – બોલિવૂડની ફેશન આઇકન સોનમ કપૂરે પણ ફિલ્મોમાં આવવા માટે પોતાનો અભ્યાસ અધૂરો છોડી દીધો હતો. સોનમે 12 પછી ગ્રેજ્યુએશનમાં એડમિશન પણ લીધું હતું પરંતુ તેની ફિલ્મી કારકિર્દી માટે અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો. તેનો ઉલ્લેખ કરતા સોનમ કપૂરે ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેણે અભ્યાસ અધવચ્ચે છોડી દીધો હતો અને અભિનેત્રી બની ગઈ હતી કારણ કે તે ચાર વર્ષ સુધી રાહ જોઈ શકી નહોતી.