મનોરંજન

આ એક્ટ્રેસ સગીર વયમાં જ થઇ ગઈ હતી ગર્ભવતી, જાણો કોણ-કોણ છે શામેલ

એક યુવતી માટે દુનિયાનું સૌથી મોટું સુખ માતા બનવાનું હોય છે. પરંતુ જો યુવતી સગીર વયની ઉંમરમાં અથવા લગ્ન પહેલા ગર્ભવતી થઇ જાય તો આ સુખ અભિશાપ થઇ જાય છે. સમાજના લોકો કહેતા હોય છે કે, લગ્ન પહેલા માતા બનવું એ ઘોર અપરાધ છે. આવું સામાન્ય જિંદગીમાં બહુ ઓછું જોવા મળે છે. આ પ્રથાને ઘણી બૉલીવુડ એક્ટ્રેસોએ તોડી છે. આજે અમે તમને એવી એક્ટ્રેસ વિષે જણાવીશું કે સગીર વયમાં મરજીથી માતા બનવાનો ફેંસલો કર્યો હતો.

1.ડિમ્પલ કાપડિયા

ડિમ્પલ કાપડિયા તેના સમયની સૌથી હોટ એક્ટ્રેસ પૈકી એક હતી.ડિમ્પલ કાપડિયાને રાજ કપૂર દ્વારા 16 વર્ષની ઉંમરે ફિલ્મોમાં કામ અપાવી દીધું હતું. ડિમ્પલ કાપડિયાએ પહેલી ફિલ્મ બોબીમાં તેની એક્ટિંગથી બધાને દિવાના બનાવી દીધા હતા. ડિમ્પલ કાપડિયાને શૂટિંગ દરમિયાન એક્ટર રાજેશ ખન્ના સાથે પ્રેમ થઇ ગયો હતો. જે બાદ તેણે વર્ષ 1973માં રાજેશ ખન્ના સાથે લગ્ન કર્યા હતા. તે સમયે ડિમ્પલની ઉંમર ફક્ત 16 વર્ષની હતી. ડિમ્પલ કાપડિયા અને રાજેશ ખન્નાના લગ્ન માર્ચ 1973માં થયા હતા. ડિમ્પલ કાપડિયાએ 29 ડિસેમ્બર 1973માં પુત્રી ટ્વિંકલ ખન્નાને જન્મ આપ્યો હતો. જોકે, ડિમ્પલને રાજેશ ખન્ના સાથે મનમુટાવ થયા બાદ છૂટાછેડા થઇ ગયા હતા. જે બાદ ડિમ્પલે એકલા હાથે તેની બંને પુત્રીઓને ઉછેર કર્યો હતો.

2.ભાગ્યશ્રી

એક્ટ્રેસ ભાગ્યશ્રી 90ના દાયકાની બોલિવૂડની ખૂબ જ સુંદર એક્ટ્રેસ પૈકી એક હતી. ભાગ્યશ્રીએ ઘણા બોલિવૂડ સ્ટાર્સ સાથે કામ કર્યું છે. જેમાં સલમાન ખાન અને અક્ષય કુમાર જેવા કલાકારોનો સમાવેશ થાય છે. જણાવી દઇએ કે ‘મૈંને  પ્યાર કિયા’ ફિલ્મમાં પોતાની એક્ટિંગથી લોકોનું દિલ જીતનાર ભાગ્યશ્રી 17 વર્ષની વયે માતા બની હતી. વર્ષ 1990એ ભાગ્યશ્રીએ હિમાલય દાસાણી સાથે લગ્ન કર્યા હતા. 17 વર્ષની ઉંમરે તેના પહેલા બાળકને જન્મ આપ્યો. આજે ભાગ્યશ્રી 2 બાળકોની માતા છે. ભાગ્યશ્રીને 23 વર્ષનો પુત્ર અભિમન્યુ અને 21 વર્ષની પુત્રી અવંતિકા છે. એવું કહેવામાં આવે છે કે તે હિમાલયા દાસાણી સાથેના લગ્ન પૂર્વે જ ગર્ભવતી હતી.

3.ઉર્વશી ધોળકિયા

ઉર્વશી ધોળકિયા નાનકડી પડદાની જાણીતી એક્ટ્રેસ પૈકી એક છે. ‘કસૌટી જિંદગી કી’માં કોમોલિકાના રોલને આજે પણ યાદ છે. તે બિગ બોસ 6ની વિજેતા રહી ચુકી છે. ઉર્વશી ધોળકિયાના લગ્ન 15 વર્ષની ઉંમરે થયા હતા. 16 વર્ષની ઉંમરે તે જોડિયા સાગર અને ક્ષિતિજની માતા બની હતી. એવું કહેવામાં આવે છે કે લગ્નના દોઢ વર્ષ પછી તે તેના પતિથી અલગ થઈ ગઈ હતી. જે બાદ તેણે બંને બાળકોને સિંગલ મધર તરીકે ઉછેર્યા છે.