જાહ્વવીથી લઇને મલાઇકા સુધી આ 10 અભિનેત્રીઓ બ્લુ સાડીમાં જોવા મળી ગ્લેમરસ, જુઓ તસવીરો

બોલિવુડ અભિનેત્રીઓ હંમેશા તેમના લુક અને તેમની સ્ટાઇલને કારણે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. ઘણીવાર અભિનેત્રીઓ સાડીમાં પણ જોવા મળતી હોય છે.

અભિનેત્રીઓનો સાડી લુક ઘણીવાર સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ જતો હોય છે. સાડીમાં તેઓ ખૂબ જ ખૂબસુરત પણ લાગતી હોય છે અને ચાહકો તો તેમની નજર પણ અભિનેત્રીઓ પરથી હટાવી શકતા નથી. અભિનેત્રી જાહ્નવી કપૂર, અનુષ્કા શર્મા, અનિતા હસનંદાની સહિત અનેક અભિનેત્રીઓ ઇવેન્ટ પર બ્લુ સાડીમાં જોવા મળી. તેમને જોઇને તો લોકો તેમના પરથી નજર જ હટાવી શક્યા ન હતા.

અભનેત્રીઓ બ્લુ સાડીમાં ખૂબ જ ખૂબસુરત જોવા મળી હતી. તેઓ પોતાના અભિનયથી લોકોનું દિલ તો જીતી જ લે છે પરંતુ તેઓ તેમની સ્ટાઇલ, તેમના કેટલાક સાદગી ભર્યા લુકથી પણ લોકોને દીવાના બનાવી દેતી હોય છે. તમે પણ જુઓ તસવીરો…

1.માધુરી દિક્ષિત
બોલિવુડની ધકધક ગર્લ અને લાખો લોકોના દિલ પર રાજ કરનારી માધુરી દિક્ષિતને આજે પણ કોઇ ઓળખની જરૂર નથી. માધુરી આ ઉંમરે પણ ખૂબ જ ગ્લેમરસ છે. તેમની અદાઓથી તે આજે પણ ચાહકોના દિલ પર રાજ કરે છે. માધુરી બ્લુ સાડીમાં ખૂબ જ સુંદર લાગે છે અને તેનો આ અંદાજ ચાહકોને પણ ખૂબ જ પસંદ આવે છે.

2.મલાઇકા અરોરા
મલાઇકા અરોરાને ફિટનેસ ક્વીન માનવામાં આવે છે. મલાઇકા આ ઉંમરે પણ ખૂબ જ ફિટ છે. તે તેની ફિટનેસ પ્રત્યે ખૂબ જ સજાગ છે. તેને અવાર-નવાર યોગા ક્લાસ, જિમ અને ડાન્સ ક્લાસ તો કયારેક મુંબઇના રસ્તા પર જોગિંગ કરતા તેને સ્પોટ કરવામાં આવે છે. મલાઇકા બ્લુ સાડીમાં ખૂબ જ ખૂબસુરત લાગે છે. તેનો આ અંદાજ ચાહકોને ખૂબ જ પસંદ આવે છે.

3.દીપિકા પાદુકોણ
બોલિવુડની મશહૂર અભિનેત્રીઓમાંની એક દીપિકા પાદુકોણે તેના અભિનય અને સ્ટાઇલથી ચાહકોનું દિલ તો જીતી જ લીધુ છે. દીપિકા હોટ અભિનેત્રી છે પરંતુ ચાહકો તેને સાડીના લુકમાં પણ ખૂબ પસંદ કરે છે. ફિલ્મ “યે જવાની હે દીવાની”માં દીપિકાએ બ્લુ સાડી પહેરી હતી જેને ચાહકોએ ખૂબ જ પસંદ કરી હતી.

4.પ્રિયંકા ચોપરા
બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ માત્ર બોલિવુડમાં જ નહિ પરંતુ હોલિવુડમાં પણ તેની ઓળખ બનાવી છે. તે હોલિવુડની ફિલ્મોમાં પણ એટલી જ સક્રિય છે. બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાના બોલ્ડ અને હોટ લુકને તો ચાહકો પસંદ કરે છે પરંતુ તે સાડીમાં પણ એટલી જ ખૂબસુરત લાગે છે. પ્રિયંકા બ્લુ સાડીમાં ખૂબ જ સુંદર જોવા મળી રહી છે.

5.કંગના રનૌત
બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત જે તેના નિવેદનોને લઇને ચર્ચામાં રહે છે તે ઘણીવાર સાડીમાં જોવા મળતી હોય છે. આવામાં તે બ્લુ સાડીમાં જોવા મળી હતી. તેણે બ્લુ ફ્લોરેલ સાદી પહેરી હતી.

6.જાહ્નવી કપૂર
બોલિવુડ અભિનેત્રી જાહ્નવી કપૂરની જો વાત કરવામાં આવે તો, તે હાલમાં તેની અપકમિંગ ફિલ્મ “રૂહી”ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ત્યારે તે ખૂબ જ સ્ટાઇલિશ આઉટફિટમાં જોવા મળે છે. પરંતુ થોડા સમય પહેલા એક ઇવેન્ટમાં જાહ્નવી કપૂર બ્લુ સાડીમાં જોવા મળી હતી. તેનો આ સાદગીવાળો લુક ચાહકોને ઘણો પસંદ આવ્યો હતો.

7.અનુષ્કા શર્મા
અનુષ્કા શર્મા તેના કરિયરની શરૂઆતમાં જ બ્લુ સાડીમાં પોઝ આપતી જોવા મળી હતી. આ તસવીરે તો ચાહકોનું દિલ જીતી લીધુ હતું.

8.અનિતા હસનંદાની
ટીવી અભિનેત્રી અનિતા હસનંદાની ઘણીવાર સાડીમાં જોવા મળતી હોય છે. અનીતાએ ટીવીમાં ઘણા શો કર્યા છે અને તે તેના અભિનયથી ચાહકોના દિલ પર રાજ કરે છે. અનીતાએ બ્લુ સાડીમાં તસવીર શેર કરી હતી જેેમાં તે ખૂબ જ સુંદર જોવા મળી હતી.

9.બિપાશા બસુ
બોલિવુડ અભિનેત્રી બિપાશા બસુની ગણતરી બોલિવુડની હોટ અભિનેત્રીઓમાં થાય છે. એકવાર તે રેંપ પર બ્લુ સાડીમાં જોવા મળી હતી. તેનો આ અંદાજ ચાહકોને ઘણો પસંદ આવ્યો હતો.

10.આલિયા ભટ્ટ
બોલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ હાલમાં રણબીર કપૂર સાથે રિલેશનને લઇને ચર્ચામાં છે ત્યારે આલિયાનો બોલ્ડ અને ગ્લેમરસ લુક તો બધા એ જોયો જ હશે પરંતુ એટલી જ ગ્લેમરસ તે સાડીમાં પણ લાગે છે. આલિયા બ્લુ સાડીમાં ખૂબ જ ખૂબસુરત જોવા મળી હતી.

Shah Jina