ટીવી ઇન્ડસ્ટ્રીની મોટી સેલિબ્રિટીનું થયું ગોવામાં અવસાન, ઉમર ફક્ત 41 વર્ષ હતી….

ટિકટોક સ્ટાર અને પોલિટિશિયન સોનાલી ફોગાટનું ગોવામાં નિધન થયું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, સોનાલી ફોગાટનું ગોવામાં હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. સોનાલી ફોગાટે 2019માં હરિયાણાની ચૂંટણીમાં ટિકિટ પર આદમપુરથી વિધાનસભા ચૂંટણી લડી હતી. ચૂંટણી દરમિયાન, તે Tiktok પરના તેના વીડિયો માટે પણ ખૂબ જ લોકપ્રિય હતી.

તમને જણાવી દઈએ કે ટિક્ટોક સ્ટારે રિયાલિટી શો બિગ બોસ-14નો ભાગ હતી. આ શો દરમિયાન તેણે પોતાના અંગત જીવન વિશે ઘણા ખુલાસા કર્યા. તેણે કહ્યું હતું કે તેના પતિના મૃત્યુ પછી એક વ્યક્તિ તેના જીવનમાં મોટો બદલાવ લઈને આવ્યો હતો, કેટલાક કારણોસર આ સંબંધ આગળ વધી શક્યો ન હતો. જો કે, સોનાલીએ તે વ્યક્તિનું નામ જાહેર કર્યું નથી.

મીડિયા રિપોર્ટના પ્રમાણે, એક્ટ્રેસનો પહેલાથી જ 22થી 25 ઓગસ્ટ સુઘી ગોવા ફરવા જવાનો પ્લાન હતો. તેઓ ગોવા ગયા હતા. સોનાલી ફોગાટના અંગત સચિવ સુધીર સાંગવાન અને તેમની ટીમના અન્ય એક વ્યક્તિ પણ ગોવામાં તેમની સાથે હાજર હતા. અભિનેત્રીના મૃત્યુના સમાચાર પછી તેમના પરિવારના લોકો હરિયાણાના હિસાર જિલ્લાના ભૂથાન ગામથી ગોવા જવા રવાના થઈ ગયા છે.

તમને જણાવી દઈએ કે 2016માં સોનાલી ફોગાટના પતિ સંજય ફોગાટ પણ હરિયાણાના ફાર્મ હાઉસમાં શંકાસ્પદ સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. 2020માં આ સેલિબ્રિટીનો એક વીડિયો ખૂબ વાયરલ થયો હતો જેમાં તે એક અધિકારીને ચપ્પલ વડે મારતી જોવા મળી રહી હતી. તે જ વર્ષે સોનાલીને બિગ બોસ-14માં ભાગ લેવાનો મોકો મળ્યો હતો.

સોનાલી ટિકટોક સ્ટાર સાથે અભિનેત્રી પણ હતી અને ઘણા મ્યુઝિક આલ્બમમાં જોવા મળી છે. તેને એક પુત્રી પણ છે, જેનું નામ યશોદરા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે તેના કેટલાક સ્ટાફ મેમ્બર સાથે ગોવા ગઈ હતી જ્યાં ગઈકાલે રાત્રે તેને હાર્ટ એટેક આવ્યો હતો. સોનાલીએ વર્ષ 2006માં એન્કરિંગથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે હિસાર દૂરદર્શન માટે એન્કરિંગ કરતી હતી. બે વર્ષ પછી 2008માં તે રાજકારણમાં સક્રિય થઈ ગઈ.

સોનાલીએ પંજાબી અને હરિયાણવી ફિલ્મો, મ્યુઝિક વીડિયો કર્યા હતા. વર્ષ 2019માં તેણે ફિલ્મ છોરીયા છોરો સે કમ નહીં હોતીમાં કામ કર્યું. આ તેની પ્રથમ ફિલ્મ હતી. બિગ બોસ દરમિયાન તેણે ખુલાસો કર્યો હતો કે તેના પતિના મૃત્યુ બાદ ઘણા લોકોએ તેને માનસિક રીતે પરેશાન કરવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે તે એકદમ એકલી હતી.

સોનાલી ખેડૂતોના આંદોલન દરમિયાન પોતાના નિવેદનોને લઈને ઘણી ચર્ચામાં રહી હતી. ખેડૂતોના આંદોલન પર તેમણે કહ્યું કે કૃષિ કાયદા ખેડૂતોના હિત માટે છે. ખેડૂતોને છેતરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે ખુલ્લા દિલથી આ અંગે ચર્ચા કરવી જોઈએ જેથી ખેડૂતો આ કાયદાનું મહત્વ સમજી શકે.

YC