આ બોલિવુડ અભિનેત્રીની અમદાવાદ પોલિસે કરી ધરપકડ, જાણો શું છે મામલો

અમદાવાદ પોલીસે બોલિવુડની આ અભિનેત્રીની કરી ધરપકડ, મિટિંગનો ગુજરાતી વીડિયો પણ આવ્યો સામે જુઓ

બોલિવુડ અભિનેત્રી અને ‘બિગબોસ’થી જાણિતી બનેલી પાયલ રોહતગી વિવાદમાં આવી છે. અભિનેત્રી હંમેશા તેના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે.

તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને ટ્વીટને લઈને ભારે વિવાદમાં પણ રહતી હોય છે. આ કારણે તેને ઘણો ટ્રોલિંગનો સામનો પણ કરવો પડે છે.

સતી પ્રથાની તરફેણ, ફુડ એપ ઝોમેટોને સેક્યુલર આઉટલેટ કહેવી, નોબેલ વડે પુરસ્કૃત મલાલા યુસુફ જાઈને અપશબ્દો કહેવા, કલમ 370ને લઈ વિવાદાસ્પદ નિવેદન આપવું, વીર શિવાજી મહારાજની જાતિ પર સવાલ ઉઠાવવા સહિત અનેક વિવાદોમાં પાયલનું નામ સંકળાયેલું છે.

ત્યારે ફરી એકવાર પાયલ વિવાદમાં આવી છે અને તેની અમદાવાદ પોલિસે ધરપકડ પણ કરી છે. સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં એક્ટ્રેસ પાયલ રોહતગી સામે ફરિયાદ થઈ હતી. સોસાયટીનાં સભ્ય પરાગ શાહ નામના તબીબે એક્ટ્રેસ સામે ફરિયાદ નોંધાવી છે.

તમને જણાવી દઇએ કે, પાયલ રોહતગીની અગાઉ પણ એક વખત ધરપકડ થયેલી છે. રાજસ્થાનની બૂંદી પોલીસે પાયલની ધરપકડ કરી હતી. તેની અમદાવાદ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી પરંતુ બાદમાં રાજસ્થાન કોર્ટમાંથી જામીન મળી ગયા હતા.

પાયલ રોહતગી પર સોશિયલ મીડિયામાં સોસાયટીના ચેરમેન વિરૂદ્ધ અપશબ્દો બોલવાનો આરોપ છે. પાયલ રોહતગીએ સોશિયલ મીડિયા પર સોસાયટીનાં ચેરમેન વિશે લખ્યું છે. સોસાયટીના વોટ્સએપ ગ્રૂપમાં અશ્લીલ મેસેજ લખ્યા હતા.

તેમજ ગાળોનો પણ ઉપયોગ કર્યો છે. સોસાયટીના કોમન પ્લોટમાં રમવા બાબતે અભિનેત્રીએ પગને તોડી નાખવાનું કહ્યુ છે. સાથે જ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ સોસાયટીના સભ્યોને આપી છે.

 

View this post on Instagram

 

A post shared by Team Payal Rohatgi (@payalrohatgi)

ઉલ્લેખનીય છે કે, 20 જૂનના રોજ સોસાયટીવની એમજીએમની મીટિંગમાં પાયલ સભ્ય ન હતી અને તે છત્તાં હાજર રહી તેન બોલવાની ના પાડવામાં આવી તો તેઅપશબ્દો બોલવા લાગી હતી. તેણે સોસાયટીમાં બાળકોના રમવાને લઈને પણ તેણે અનેક વખત ઝગડો કર્યો હતો.

આ બૉલીવુડ અભિનેત્રીનો જન્મ 1984માં નવ નવેમ્બરના રોજ સાઉથના હૈદરાબાદમાં થયો છે. તે અમદાવાદમાં મોટી થઈ છે. તેણે અમદાવાદની એલ ડી એન્જિનિયરિંગ કોલેજમાંથી કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ડિગ્રી લીધી છે.

વર્ષ 2000માં પાયલે દેશી ગર્લ પ્રિયંકા ચોપરા, લારા દત્તા, દિયા મિર્ઝાની સાથે ફેમિના મિસ ઇન્ડિયા સ્પર્ધામાં પાર્ટિસિપેટ કર્યું હતું અને પછી એ મિસ ઇન્ડિયા ટૂરિઝમ સ્પર્ધા જીતી હતી. મિસ ટૂરિઝમ વર્લ્ડ સ્પર્ધામાં પાયલ સુપરમોડલ મિસ ટૂરિઝમ વર્લ્ડનું ટાઇટલ જીતી હતી.

ક્યારે બોલીવુડમાં એન્ટ્રી મારી? 2002માં હંસલ મહેતાનું મુવી ‘યે ક્યા હો રહા હૈ’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. પછી તેણીએ ’36 ચાઇના ટાઉન’, ‘દિલ કબડ્ડી’, ‘ઢોલ’, ‘વેલેન્ટાઇન્સ નાઈટ’, ‘હે બેબી’ અને ‘અગલી ઔર પગલી’ જેવી મુવીમાં કામ કર્યું હતું. 2010માં પાયલે ‘ફોરપ્લે’ નાટકથી થિયેટરમાં ડેબ્યૂ કર્યું હતું.

ત્યારબાદ સલમાનનો શો ‘બિગ બોસ 2’માં પાયલ રોહતગીનો હોટ અંદાજ ઘણો જ ચર્ચામાં રહ્યો હતો. આ ટીવી શોમાં માં પાયલ અને રાહુલ મહાજનના અફેર ચર્ચાનું કારણ બન્યા હતા. જોકે, શો પૂરો થયા બાદ આ સંબંધોનો પણ અંત આવ્યો હતો. પાયલે ‘રાઝ પિછલે જનમ કા’, ‘CID’, ‘હમસફર’, ‘એજન્ટ રાઘવ’, ‘સૂર્યપુત્ર કર્ણ’ જેવા શોમાં કામ કર્યું હતું.

પાયલ રોહતગીએ ગયા વર્ષના વીડિયોમાં એક કોન્ટ્રોવર્સી બાબતે કહ્યું, ‘ઘણા લોકો મને કહેતા હતા કે જો હું મારો કોઈ અંગત અનુભવ જણાવું તો હું તમને કોઈ ખાસ ઘટના વિશે કહું છું. શાનુ શર્મા, જેનું નામ તે લિસ્ટમાં શામેલ છે જેની મુંબઈ પોલીસ પૂછપરછ કરી રહી છે. તે યશ રાજ ફિલ્મ્સની કાસ્ટિંગ ડિરેક્ટર છે.

જ્યારે હું નાના બજેટની ફિલ્મોથી મોટા બજેટની ફિલ્મોમાં જવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે શાનુ શર્માએ મને મળવાની ના પાડી દીધી હતી. પાયલ રોહતગીએ વીડિયોમાં વધુમાં કહ્યું કે, ‘શાનું શર્માએ ઇનકાર કર્યા પછી જ્યારે મેં ઘણી વિનંતીઓ અને પ્રયત્નો કર્યા ત્યારે તેઓએ મને મિટિંગ માટે પાંચ હજાર રૂપિયા માંગ્યા હતા. જ્યારે આ કાસ્ટિંગ એજન્ટો એ લોકો સાથે એવું કરે છે થોડું કામ કર્યું હોય. તો પછી તેઓ ઉદ્યોગમાં નવા લોકો સાથે શું કરતા હશે ?

Shah Jina