32 વર્ષ પહેલાવાળી છે આ ‘રોઝા’ ગર્લ, ઉંમર 55 વર્ષ…તસવીરોમાં ઓળખવી મુશ્કેલ- તસવીરો જોઈને હોંશ ઉડશે
32 વર્ષ પહેલા ફિલ્મ ‘રોઝા’ ફિલ્મથી બોક્સ ઓફિસ પર આગ લગાવનાર એક્ટ્રેસ મધુ ઘણી બદલાઈ ગઈ છે. હાલમાં જ અભિનેત્રી મુંબઈ એરપોર્ટ પર ડેનિમ જીન્સ અને શર્ટમાં જોવા મળી હતી અને આ લુકમાં તેને ઓળખવી પણ મુશ્કેલ હતી. તસવીરોમાં અભિનેત્રીની સ્ટાઇલિશ સ્ટાઈલ ચાહકોને પસંદ આવી રહી છે. જો કે એક નજરે તો લગભગ કોઇ ન ઓળખી શક્યુ કે તે ‘રોઝા’ ગર્લ છે. 55 વર્ષીય મધુનો એરપોર્ટ લુક સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.
એક્ટ્રેસ જેવી જ કારમાંથી નીચે ઉતરી કે તરત જ પેપરાજીએ તેને કેમેરામાં કેપ્ચર કરવાનું શરૂ કર્યું. અભિનેત્રીએ પેપરાજીને નિરાશ ન કર્યા અને પોઝ આપ્યા. ચાહકો પહેલી નજરે તો મધુને ઓળખી શક્યા નહિ.જણાવી દઇએ કે, મધુએ પોતાના કરિયરની શરૂઆત સાઉથ ફિલ્મોથી કરી હતી. પરંતુ બાદમાં બોલિવૂડ અને સાઉથ બંને સિનેમામાં કામ કર્યું.
બોલિવૂડની વાત કરીએ તો અભિનેત્રીએ અજય દેવગન સાથે 1991માં ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’થી ડેબ્યૂ કર્યું હતું. લોકોને આ ફિલ્મમાં મધુ અને અજયની જોડી ખૂબ જ પસંદ આવી હતી. આ પછી 1992માં આવેલી તમિલ ફિલ્મ ‘રોઝા’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. તે હિન્દીમાં પણ રિલીઝ થઈ હતી. આ ફિલ્મની સ્ટોરીથી લઈને સ્ટાર્સની એક્ટિંગ સુધી બધાને આ ફિલ્મમાં મધુ અને અરવિંદ સ્વામીની જોડી પસંદ પડી હતી.
મધુ હજુ પણ ફિલ્મોમાં સક્રિય છે પરંતુ તે સાઉથની ફિલ્મોમાં વધુ જોવા મળે છે. તે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે અને ઈવેન્ટમાં પણ કેટલીકવાર સ્પોટ થાય છે. 1991માં કારકિર્દીની શરૂઆત કર્યા પછી મધુ 54 વર્ષની ઉંમરે પણ અભિનયની દુનિયામાં સક્રિય છે. મધુ સાઉથમાં ઘણી ફિલ્મો કરી રહી છે. તે છેલ્લે 2023માં OTT વેબ સિરીઝ ‘સ્વીટ કારમ કોફી’માં જોવા મળી હતી. ચેન્નાઈમાં 26 માર્ચ 1969ના રોજ જન્મેલી મધુનો નાનપણથી જ ફિલ્મો તરફ ઝુકાવ છે.
ફિલ્મો સિવાય મધુએ નાના પડદા પર પણ ઘણું કામ કર્યું છે. આનંદ શાહ સાથે લગ્ન બાદ મધુ અમેરિકા શિફ્ટ થઈ ગઈ હતી. આ લગ્નથી મધુને બે દીકરીઓ પણ છે. મધુના પતિ જુહી ચાવલાના પતિ જય મહેતાના સંબંધી છે. મધુએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે આ ઈન્ડસ્ટ્રી મારા માટે લાયક નથી. આ પછી તેણે એક્ટિંગ છોડી દીધી. જો કે વર્ષો પછી મધુએ અભિનયની દુનિયામાં પુનરાગમન કર્યું.