સાઉથ સિનેમામાંથી આવ્યા દુખદ સમાચાર, ફેમસ એક્ટર અને નેતાનું નિધન, કોરોનાને કારણે હતા વેન્ટિલેટર પર

કોરોનાને કારણે એક્ટર અને DMDK નેતા ‘વિજયકાંત’નું નિધન, ઘણી કોશિશો બાદ પણ ના બચાવી શકાયો જીવ

એક્ટર અને DMDK પાર્ટીના ચીફ વિજયકાંતનું નિધન, કોરોના પોઝિટિવ બાદ હોસ્પિટલમાં હતા દાખલ

એકવાર ફરીથી કોરોનાએ જિંદગી ખત્મ કરવાની કહાની શરૂ કરી દીધી છે. સાઉથ સુપરસ્ટાર અને DMDK નેતા વિજયકાંતનું નિધન કોરોનાને કારણે થયુ હોવાની ખબર સામે આવી રહી છે. કોરોનાને કારણે ઇન્ડસ્ટ્રીમાં થયેલ મોતે એકવાર ફરી લોકો વચ્ચે હડકંપ મચાવી દીધો છે. દેસિયા મુરપોક્કુ દ્રવિડ કડગમ (DMDK) નેતા અને વીતેલા જમાનાના ફેમસ તમિલ એક્ટર વિજયકાંતનું એક હોસ્પિટલમાં નિધન થઇ ગયુ. તેમની ઉંમર લગભગ 71 વર્ષની હતી.

એવું કહેવાઇ રહ્યુ છે કે વિજયકાંતને નિમોનિયાની સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, તે બાદ તે વેન્ટિલેટર સપોર્ટ પર હતા. ડોક્ટરોની કોશિશો છત્તાં પણ તેમને ના બચાવી શકાયા અને 28 ડિસેમ્બર 2023ના રોજ સવારે તેમનું નિધન થઇ ગયુ. આ પહેલા પાર્ટીએ એક પ્રેસ રીલિઝમાં કહ્યુ હતુ કે વિજયકાંત કોરોના પોઝિટિવ આવ્યા હતા અને તેમને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી, જેને કારણે તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા.

એવું કહેવામાં આવી રહ્યુ છે કે તેઓ લાંબા સમયથી બીમાર હતા અને તેમની પત્નીએ કેટલાક દિવસ પહેલા જ પાર્ટીની કમાન સંભાળી છે.વિજયકાંતની ફિલ્મ જર્ની શાનદાર રહી છે અને તેમણે ઘણી હિટ ફિલ્મો પણ આપી છે. તેમણે 154 ફિલ્મોમાં અભિનય કર્યો, ફિલ્મો બાદ તે રાજનીતિમાં આવી ગયા. તેમણે DMDKની સ્થાપના કરી અને વિરૂધાચલમ અને ઋષિવંડિયમ નિર્વાચન ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરતા બે વાર વિધાનસભાના સભ્યના રૂપમાં કાર્ય કર્યુ, તેમનું રાજનીતિક કરિયર ચરમસીમા પર હતુ, જ્યારે તેઓ 2011થી 2016 સુધી તમિલનાડુ વિધાનસભામાં વિપક્ષ નેતા બન્યા.

Shah Jina