મનોરંજન

આ મહિલાએ ધર્મેન્દ્રને પોતાના ઘરની બાલ્કનીમાં સુવાડ્યો હતો, અત્યારે છે લોહીથી ખાસ સંબંધ..

ધર્મેન્દ્ર (ધર્મેન્દ્ર) એક ભાવનાત્મક એક્ટર છે, તેઓ જેટલા મહાન કલાકારો રહ્યા છે. ર્એટલા જ તે લાગણીશીલ પણ રહ્યા છે. આજે પણ ઘણીવાર તેઓ જૂની વાતોને યાદ કરી એટલા બધા ભાવુક બની જાય છે કે તેમની આંખ ભીંજાઇ જાય છે. અને આ વાત સોશિયલ મીડિયા દ્વારા પોતાની લાગણી શબ્દો રૂપે લખીને વ્યક્ત પણ કરે છે.

 

View this post on Instagram

 

मेरे गाँव की इस देवी ने ,मेरे जाँलेवा स्ट्रगल के दिनों , अपने रेल्वे क्वॉर्टर की बाल्कनी मैं रहने को जगा दी थी मुझे . हर साल राखी बाँधती थीं . ये नहीं रहीं . राखी के दिन बहुत याद आती है इनकी . देश , दुनियाँ की तमाम बहनों को , राखी के शुभ दिन पर जी जान से प्यार दुआएँ 👋👋👋👋👋👋🌹

A post shared by Dharmendra Deol (@aapkadharam) on

ગઇકાલે રક્ષાબંધન જેવો પવિત્ર ભાઈ બહેનનો તહેવાર હતો. દરેક બહેન પોતાના ભાઈની રક્ષા માટે રાખડી બાંધી પ્રાર્થના કરે છે કે પોતાના ભાઈની રક્ષા કરો. આવા ભાઈ બહેનના પ્રેમના પ્રતિક આ તહેવારના દિવસે અભિનેતા ધર્મેન્દ્રએ પોતાની બહેનને યાદ કરી ખૂબ ભાવુક થઈ ગયા હતા. જે બહેને તેમના સંઘર્ષના દિવસોમાં તેમને ટેકો આપ્યો હતો એ બહેનને યાદ કરીને ધર્મેન્દ્ર ખૂબ લાગણીશીલ થઈ ગયેલ.

 

View this post on Instagram

 

To look different , his blessings 👋 .

A post shared by Dharmendra Deol (@aapkadharam) on

રક્ષાબંધનના એક દિવસ પહેલા, બોલિવૂડના હીમેન ધર્મેન્દ્રએ તેમના વીતેલ દિવસોમાં આશ્રય દેનાર તેની એ બહેનને યાદ કરી હતી. ધર્મેન્દ્રએ તેની બહેન સાથે એક જૂની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેમણે તસવીર શેર કરતાં સમયે એ પણ જણાવ્યુ કે, તેમના સંઘર્ષના દિવસોમાં જ્યારે તેના માથા પર છત નહોતી ત્યારે તેની બહેને તેને બાલ્કનીમાં રહેવાની જગ્યા આપી હતી અને તે વર્ષો પહેલા તે બહેન પાસે જ રાખડી બંધાવતા હતા. રક્ષાબંધનના પ્રસંગે ધર્મેન્દ્રને ફરી એકવાર તે બહેન યાદ આવી.

img source : google

ધર્મેન્દ્રએ આ તસવીર શેર કરતાં લખ્યું કે, ‘મારા ગામની આ દેવીએ સાથ આપ્યો મારા સંઘર્ષ દરમિયાન. માટુંગા રોડ પર આવેલ તેમના રેલ્વે ક્વાર્ટર નંબર 75 ની બાલ્કનીમાં રહેવા માટે મને જગ્યા આપી હતી. એટલું જ નહી તે બહેન મને દર વર્ષે રાખડી પણ બાંધતી હતી. તેણી હવે નથી. એટલું જ નહી મને એ બહેનની આજે પણ ખૂબ જ યાદ આવે છે. માટે દેશની તમામ બહેનોને હેપ્પી રક્ષાબંધન.

img source : india.com

ધર્મેન્દ્રની આ પોસ્ટથી સ્પષ્ટ છે કે તે સંઘર્ષના દિવસોમાં આ મહિલાના ઘરની બાલ્કનીમાં સૂતો હતો. આ પોસ્ટ પર આવી રહેલી ટિપ્પણીમાં આ મહિલાનું નામ લક્ષ્મી હોવાનું બહાર આવ્યું છે. ધર્મેન્દ્ર અને તેની બહેનની તસવીરો ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે અને શેર કરી રહ્યાં છે.

img source : fakingnews.com

ધર્મેન્દ્રએ હિન્દી સિનેમાના પડદા પર આવી ઘણી ફિલ્મો કરી છે, જેમાં તેમણે એક જવાબદાર ભાઈની ભૂમિકા ભજવી છે. ધર્મેન્દ્રના આ પાત્રને રેશમ કી ડોરી જેવી ફિલ્મો શ્રેષ્ઠ રીતે રજૂ કરે છે. આ ફિલ્મના ગીત બહનાએ ભાઈ કી કલાઈ પર પ્યાર બંધા રે…. . આજે પણ રક્ષાબંધન પર વગાડવામાં આવતા ગીતોમાં એ ગીત પ્રમુખ છે.

 

View this post on Instagram

 

A post shared by Dharmendra Deol (@aapkadharam) on Dec 18, 2018 at 11:08pm PST

જણાવી દઈએ કે, ધર્મેન્દ્ર આ દિવસોમાં ફિલ્મોથી દૂર છે. તે મોટાભાગનો સમય તેના ફાર્મહાઉસમાં વિતાવે છે. તેઓ તેમના ફાર્મહાઉસમાં શાકભાજી પણ ઉગાડે છે. તેઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks