કાળમુખો કોરોના ભરખી ગયો બોલીવુડના અભિનેતાના, બૉલીવુડ જગતમાં વ્યાપી ગયો શોકનો માહોલ

કોરોનાના વધતા પ્રકોપમાં સામાન્ય માણસથી લઈને સેલેબ્રિટીઓ પણ તેની ચપેટમાં આવવા લાગ્યા છે. ત્યારે હાલ ખુબ જ દુઃખદ ખબર બોલીવુડમાંથી આવી રહી છે. કોરોના હાલ એક ખ્યાતનામ અભિનેતાને ભરખી ગયો છે.

કોરોનાના કારણે અભિનેતા વિક્રમજીત કંવરપાલની નિધન થઇ ગયું છે. તેમની ઉંમર ફક્ત 52 વર્ષની હતી. અભિએન્તાના નિધન ઉપર ફિલ્મ મેકર અશોક પંડિત દ્વારા ટ્વીટ કરીને શોક વ્યક્ત કરવામાં આવ્યો છે.

અશોક ભટ્ટે પોતાની ટ્વિટની અંદર લખ્યું છે કે” આ સાંભળીને ખુબ જ દુઃખ થયું કે આજે સવારે કોરોનાના કારણે વિક્રમજીત કંવરપાલનું નિધન થઇ ગયું છે. સેવાનિવૃત્ત અધિકરી કંવરપાલ ફિલ્મ અને ઘણી બધી ટીવી ધારવાહિકોમાં કામ કરી ચુક્યા છે. તેમના પરિવાર અને નજીકના લોકો પ્રત્યે મારી સંવેદના છે.

કંવરપાલ નિધન ઉપર ફિલ્મ નિર્દેશક વિક્રમ ભટ્ટ દ્વારા પણ શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. તેમને એક તસ્વીર પણ શેર કરી છે સાથે લખ્યું છે કે આ મહામારીએ તેમને અમારાથી છીનવી લીધો. મેં તેમની સાથે ઘણી ફિલ્મો કરી છે. તેમના આત્માને શાંતિ મળે.”

 

View this post on Instagram

 

A post shared by Vikram Bhatt (@vikrampbhatt)

તમને જણાવી દઈએ કે ભારતીય સેનામાંથી સેવાનિવૃત્ત થયા બાદ વિક્રમજીત કંવરપાલ વર્ષ 2003માં અભિનય કેરિયરની શરૂઆત કરી હતી. તેમને પેજ થ્રી, રોકેટ સિંહ, આરક્ષણ, 2 સ્ટેટ્સ, મર્ડર 2 જેવી ઘણી ફિલ્મો અને ધારાવાહિકોમાં પણ કામ કર્યું છે.

Niraj Patel