ખબર

ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર થયા કોરોના પોઝિટિવ

ક્રિકેટ પ્રેમીઓ માટે હાલ એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે. સચિને ટ્વીટ કરીને જણાવ્યું છે કે ડોક્ટરની સલાહ ઉપર તે હોસ્પિટલમાં ભરતી થયો છે.

સચિન હાલમાં જ કોરોના પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તે પોતાના જ ઘરે જ ક્વોરેન્ટાઇન પણ થઇ ગયો હતો. અને જરૂરી પ્રોટોકોલને પણ ફોલો કર્યા હતા.

સચિને ટ્વીટ કરીને જણાવ્યું છે કે, “ડોક્ટરની સલાહ ઉપર હું હોસ્પિટલમાં ભરતી થયો છું. હોસ્પિટલમાંથી ઠીક થઈને પાછો આવીશ. તમે બધા જ લોકો મારા માટે પ્રાર્થના કરી રહ્યા છો જેના માટે હું તમારો આભાર વ્યક્ત કરું છું.

આ સાથે જ સચિને 2011ના વિશ્વકપની 10મી વર્ષગાંઠ ઉપર બધા જ ભારતીયોને અને સાથી ખેલાડીઓને શુભકામનાઓ પણ આપી છે.

તમને જણાવી દઈએ કે સચિને હાલમાં જ વર્લ્ડ રોડ સેફટી ટી 20 સિરીઝમાં ભાગ લીધો હતો. તેના કોરોના પોઝિટીવ આવ્યા બાદ તેની સાથે જ આ સિરીઝમાં રમેલા ત્રણ પૂર્વ ક્રિકેટર પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. તે બધા જ હાલમાં હોમ ક્વોરેન્ટાઇન છે. જેમાં યુસુફ પઠાણ, એસ બદ્રીનાથ અને ઈરફાન પઠાણ સામેલ છે.