હિન્દુ સમાજ ઢોગી નંબર વન છે, સ્વાર્થ માટે ગાય માતાજી કી જય હો બોલે છે! જુઓ ગુજરાતના રાજ્યપાલે શું શું કહ્યું

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હાલમાં એક કારણોસર ચર્ચામાં આવી ગયા છે. નર્મદા જીલ્લાના પોઈચા ખાતે રાજ્યપાલની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ, પ્રકૃતિના શરણે પરિસંવાદ યોજવામાં આવ્યો હતો. આ દરમિયાન રાજ્યપાલે કંઇક એવું કહી દીધુ કે તેના કારણે તેઓ વિવાદમાં સપડાયા. પોઈચા ગામે નિલકંઠધામ સ્વામિનારાયણ મંદિર પરિસર ખાતે હિન્દુ સમાજ વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, હિંદુ સમાજ ઢોંગી નંબર વન છે. આ વિવાદિત નિવેદનને પગલે હિન્દુ સમાજમાં ભારે રોષ ફેલાયો છે.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા, સંસદ સભ્ય મનસુખભાઇ વસાવા, જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા, પૂર્વ મંત્રી મોતિસિંહ વસાવા અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલે કાર્યક્રમને સંબોધિત કરતાં જણાવ્યું કે લોકો મંદિર, મસ્જિદ, ગુરૂદ્વારા અને ચર્ચમાં જાય છે, એટલા માટે કે પુજા કરીશું તો ભગવાન ખુશ થશે. પણ જો તમે પ્રાકૃતિક ખેતી કરવાની શરુ કરી દેશો તો ભગવાન આપો આપ પ્રસન્ન થઈ જશે, રસાયણિક ખેતી તો પ્રાણીઓને મારવાનું જ્યારે પ્રાકૃતિક ખેતીથી પ્રાણીઓને જીવનદાન મળે છે.

તેઓ આગળ જણાવે છે કે, માણસ ગૌ માતાની પૂજા કરે છે, માથે તિલક લગાવે છે પણ જો ગૌ માતા દૂધ આપતી બંધ થઈ જાય તો તેને છોડી મૂકે છે. તેઓ કહે છે કે, આ દુનિયાના અસંખ્ય પ્રાણીઓમાં મનુષ્ય સૌથી મોટો ઢોંગી, પાખંડી, બનાવટી અને દેખાવો કરનાર પ્રાણી છે. હિન્દુ સમાજ ઢોંગી નંબર વન છે. સ્વાર્થ માટે ગાય માતાની જય બોલે છે. તેઓએ વધુમાં જણાવ્યુ કે, કોરોના મહામારીના કાળને બાદ કરતાં છેલ્લા ત્રણેક વર્ષથી પ્રાકૃતિક ખેતીનું અભિયાન ખુબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે,

નર્મદાના અંદાજે 11 હજાર જેટલાં ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન લઇને આશરે 3371 એકર જેટલી જમીનમાં પ્રાકૃતિક ખેતી થઇ રહી છે. ત્યારે સુરેન્દ્રનગરમાં શિક્ષણ દિન નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યપાલે અચાનક સવાલ પૂછ્યો હતો કે, “સામે બેઠેલામાંથી ખેતી કેટલા લોકો કરે છે?” જો કે, ઘણી આંગળીઓ ઊંચી હતી અને રાજ્યપાલ ખુશ થયા હતા. ત્યારે તેમણે અગાઉના કાર્યક્રમની ઘટનાને યાદ કરતાં કહ્યું કે અધિકારીઓ મારી સામે નકલી ખેડૂતોને બેસાડી દે છે. કેટલાક ખેતીના કાર્યક્રમમાં તો સખીમંડળની બહેનોને બેસાડી દે છે.

Shah Jina