વલસાડના ધમડાચી હાઇવે પર અકસ્માત ! કન્ટેનર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ટેલરને લીધુ અડફેટે- ગંભીર ઇજાને પગલે એકનું મોત

અકસ્માતમાં મોત:વલસાડના ધમદાચી પીરૂ ફળિયા ગામ નજીક નેશનલ હાઇવે ઉપર કન્ટેનર અને ટ્રેલર વચ્ચે અકસ્માત, એકનું મોત

ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતના કિસ્સા સામે આવે છે, જેમાં કેટલાક લોકો મોતને પણ ભેટતા હોય છે. ત્યારે હાલમાં વલસાડના ધમડાચી હાઇવે પર મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહેલા એક કન્ટેનર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો, જેને પગલે કન્ટેનર ડિવાઈડર કૂદી સુરત મુંબઈ ટ્રેક પર જતુ રહ્યુ હતું.

કન્ટેનર અને ટ્રેલર વચ્ચે અકસ્માત

ત્યારે આ દરમિયાન મુંબઈ તરફ જતા એક ટેલર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જોકે, અકસ્માત થતાની સાથે જ સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને 4 ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવા 108ની મદદ લીધી હતી. જો કે, 4 ઇજાગ્રસ્તો પૈકી કન્ટેનર ચાલકનું ગંભીર ઇજાઓને પગલે મોત થયુ હતું.

ગંભીર ઇજાને પગલે એકનું મોત

જ્યારે ત્રણ ઇજાગ્રસ્તોની વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતા જ પોલિસ પણ પહોંચી હતી અને વલસાડ રૂલર પોલીસ તેમજ જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમે ટ્રાફિકને નડતરરૂપ વાહનોનો ભાગ દૂર કરવા અને વાહન વ્યવહાર સામાન્ય કરવાના પ્રયાસો શરૂ કર્યા હતા.

Shah Jina