ગર્મીની સિઝન આવતા જ પહેલુ કામ ACને સર્વિસ કરાવવાનું હોય છે. જેમાં લગભગ 1000થી1500 રૂપિયા જેવો ખર્ચ થાય છે અને ઘણીવાર તો આ ખર્ચ વધી પણ જતો હોય છે. પરંતુ આજે તમને એવી રીત જણાવા જઇ રહ્યા છીએ કે તમે ઘરે બેઠા બેઠા સરળતાથી ACની સર્વિસ કરી શકશો.
ACની ઠંડી હવા જ ગર્મીમાં રાહત આપે છે, અને ત્યાંજ ઠંડીમાં AC બંધ રહેતું હોય છે. ઘણીવાર લોકો એવું કરે છે કે, તેઓ ગર્મીની સિઝનમાં ACની સર્વિસ કરાવ્યા વગર જ તેઓ વાપરવાનું શરૂ કરી દે છે. ACની સર્વિસ સમય સમય પર કરાવી ખૂબ જરૂરી છે. કંપની એવી સલાહ આપે છે કે, સિઝન શરૂ થયા પહેલા અને પૂર્ણ થાય ત્યારે અથવા તો પૂર્ણ થવાનો થોડો જ સમય બાકી હોય ત્યારે સર્વિસ જરૂરથી કરાવો.
તો આવો જાણીએ તમે ઘરે બેઠા બેઠા કઇ રીતે ACની સર્વિસ કરશો.
સૌ પ્રથમ તો ACના પાવરને સંપૂર્ણ રીતે બંધ કરો. તે બાદ તેનું કવર અને ફિલ્ટર હટાવો. તેમાં અંદર કોઇલ દેખાશે. કોઇ મોડલમાં ફ્રંટ કવર પછી તરત જ કોઇલ આપેલી હોય છે. કોઇલ સ્ક્રૂથી ફિલ્ટર નિકાળ્યા બાદ કોઇલ દેખાય છે. ધ્યાન રાખો કે AC ખોલતા પહેલા તેની અંદર કયો પાર્ટ કયાં છે તેની જાણકારી લઇ લો.
ACનું ફ્રંટ પેનલ ખોલશો તો તમને ફિલ્ટર દેખાશે, ધૂળને કારણે તે જામ થઇ જાય છે. તેને બહાર નીકાળીને સાફ કરો અને પછી પાછું લગાવી દો. સ્વિંગ ફ્લેપની પણ બરાબર સફાઇ કરો, તેને બહાર નીકાળીને બરાબર તેના પરની ધૂળ, માટી સાફ કરો. તે બાદ પૈનલની જાળી પણ સાફ કરો.
ત્યાર બાદ તમે કુલિંગ ક્વાઇલને એક સૂકા કપડાથી સાફ કરો. એ વાતનું ધ્યાન રાખો કે, સાઇડમાં જે તાર અને સર્કિટ છે તેને હાથ ન લગાવો. તે બાદ તમને જયાં નીચેની તરફથી હવા આવે છે તેને સાફ કરો. તે માટે તમે ભીનું કપડુ કે કોલિનનો પણ ઉપયોગ કરી શકો છો.
હવે ACનો પાવર ચાલુ કરો અને લગભગ 15 મીનિટની અંદર જ તમને પહેલા કરતા પણ વધુ ઠંડક મળશે. જો ACની સર્વિસ ઘણા સમયથી કરવામાં આવી નથી તો તમે બહારથી મેકેનિકને બોલાવી સર્વિસ કરાવશો તો વધુ સારૂ રહેશે.