ઢોલીવુડ મનોરંજન

ગુજરાતી ફિલ્મોની હીરોઇન સ્નેહલતા આજે જીવે છે આવી જિંદગી, જુઓ તસ્વીરો ચોંકી જશો

જયારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાત કરતા હોઈએ ત્યારે આજથી દસ વર્ષ પહેલાના ગુજરાતી ફિલ્મો ચોક્કસથી જ યાદ આવે અને માનસ પર છવાઈ જાય અમુક નામો જેવા કે, નરેશ કનોડિયા, ઉપેન્દ્ર ત્રિવેદી, હિતેન કુમાર, રોમા માણેક, અને સ્નેહલતા.

આમ તો લગભગ આ દરેક સિતારાઓ કોઈ પ્રસંગે જાહેર જીવનમાં જોવા મળી જાય છે. પરંતુ સ્નેહલતાની વાત કરીએ તો તેઓ જાહેરમાં દેખા દેવાંનું ટાળે છે. તેઓ હાલ શું કરે છે, એ ખૂબ ઓછા લોકો જાણે છે.

હાલ તેમની ઉમર 63 વર્ષ છે. થોડા વર્ષો પહેલા સ્નેહલતાજી વઢવાણમાં તેમના પારિવારિક મિત્રના ઘરે લગ્નમાં મહેમાન તરીકે આવ્યા હતા. તેમની સાથે તેમની દીકરી પણ હતી. આ પ્રસંગે સ્નેહલતાજીને ઓળખવા પણ મુશ્કેલ હતા, તેઓ ખૂબ જ બદલાઈ ગયા છે. તેમની દીકરી ઇન્દિરા ડૉક્ટર છે.

Image Source

લગભગ 22 વર્ષ પહેલા ફિલ્મ જગત છોડ્યા પછી, તેઓ જાહેરમાં ખૂબ જ ઓછા દેખાય છે. સ્નેહલતાજી કહે છે, “મને હવે ગ્લેમરનો કોઈ જ મોહ નથી. હું બાન્દ્રામાં મારા પરિવાર સાથે રહુ છું. કોઈ પાર્ટી કે કોઈ ફંક્શનમાં જતી નથી. મને ફેમિલી લાઈફ ફાવી ગઈ છે. મારી દીકરી ઈન્દીરાને પણ ફિલ્મલાઇનમાં કોઈ રસ નથી. તે ડોક્ટર છે અને વર્સોવામાં પ્રેક્ટિસ કરે છે. મારી ફેમિલીમાંથી હવે કોઈ ફિલ્મલાઇનમાં આવે તેવી શક્યતા નથી.”

ઘણી ટીવી ચેનલોમાંથી સ્નેહલતાજીને ઓછાઓમાં ઓછી 20 વખત મોટા રોલ તગડા પૈસા સાથે ઓફર થઇ ચુક્યા છે. પરંતુ સ્નેહલતાજીએ આ બઘી જ ઓફર નકારી ચુક્યા છે. એક સમયે જેઓ સતત કેમેરાની સામે રહેતા તેમને હવે ફોટોગ્રાફ્સ પણ ક્લિક કરાવવું નથી ગમતું.

Image Source

સમય રીતે એવું હોય છે કે કોઈ પણ એક્ટર રીટાયર થયા પછી પણ જો કોઈ સારો રોલ મળે તો કામ કરી લેતા હોય છે. પરંતુ, સ્નેહલતાજી આવું કઈ જ નથી કરતા. તેમને મનાઈ ફરમાવી છે કે કોઈ પણ પ્રોડ્યુસર તેમણે રોલ ઓફર કરવા માટે પણ ફોન ન કરે.

આ બાબતે તેમનું કહેવું છે કે “રીલ લાઈફમાં જેમાં અલગ અલગ રોલ કરવાના હોય એમ રિયલ લાઈફમાં પણ માણસના ભાગે અલગ-અલગ રોલ આવતા હોય છે જે તેણે પૂરી નિષ્ઠાથી નિભાવવા જોઈએ. સાઠ વર્ષે હું પરિવાર અને ઘર છોડીને એક્ટિંગ કરવા જાઉં એ મને યોગ્ય નથી લાગતું. આ સમય મારા પરિવારને આપવાનો છે જે હું આપી રહી છું.”

Image Source

બે દાયકાઓ સુધી દર્શકોને પોતાના અભિનયથી મંત્રમુગ્ધ કરી દેતા સ્નેહલતાજી છેલ્લા બે દાયકાથી વધુ સમયથી આ ક્ષેત્રથી દૂર છે. તેમ છતાં હાલમાં પણ તેમનો એક ચાહક વર્ગ છે. જોકે તેમના ચાહકોને કદાચ નહિ ખબર હોય કે તેઓનો જન્મ મુંબઈના મરાઠી પરિવારમાં થયો. તેમના પિતા મરાઠી રંગભૂમિના ચાહક હોવાને કારણે તેમના પિતા તેમને બાળપણથી જ અભિનય ક્ષેત્રે કારકિર્દી બનાવવાની પ્રેરણા આપતા.

તેમને પોતાની કારકિર્દીની શરૂઆત મરાઠી ફિલ્મોથી કરી હતી. આ ઉપરાંત તેમને કેટલીક હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમનું અભૂતપૂર્વ યોગદાન રહ્યું છે. 70ના દાયકામાં તેઓએ ઉપેન્દ્ર ત્રિવેદી સાથે તો 80ના દાયકામાં તેઓએ નરેશ કનોડિયા સાથે પરદા પર જોડી જમાવીને દર્શકોની ખૂબ વાહવાહી લૂંટી છે.

Image Source

70ના દાયકામાં તેમને ઉપેન્દ્ર ત્રિવેદી સાથે રાનવઘન, શેતલને કાંઠે, વીર માંગરાવાળો, ભાદર તારા વહેતા પાણી જેવી ઘણી હિટ ફિલ્મો આપી છે તો 80ના દાયકામાં નરેશ કનોડિયા સાથે મળીને તેમને ઢોલા મારુ, ટોડલે બેઠો મોર, મોટી વેરાન ચોકમાં, હિરણ ને કાંઠે જેવી ઘણી હિટ ફિલ્મો કરી છે.

વર્ષ 2013ની આસપાસ સ્નેહલતાજીને અને ઉપેન્દ ત્રિવેદીજીને સુરતમાં ગુજરાતી ફિલ્મોમાં પોતાનો ફાળો આપવા બદલ સન્માન પણ કરવામાં આવ્યું હતું.