રાજુ શ્રીવાસ્તવના પરિવારની તસવીરો આવી સામે, જુઓ કોણ કોણ હતું તેના પરિવારમાં, દુનિયાને હસાવનારો પરિવાર અને ચાહકોની આંખોમાં આંસુઓ છોડીને ચાલ્યો ગયો

આજે મનોરંજન જગતમાંથી ખુબ જ દુઃખદ ખબર સામે આવી, પ્રખ્યાત કોમેડિયન અને અભિનેતા રાજુ શ્રીવાસ્તવનું આજે વહેલી સવારે જ નિધન થયું. જેની ખબર મળતા જ ચાહકોમાં પણ ઊંડો શોક વ્યાપી ગયો. રાજુ છેલ્લા 41 દિવસથી જીવન અને મરણ વચ્ચે ઝઝૂમી રહ્યો હતો, ત્યારે આજે સવારે જ તેમણે દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા.

રાજુ શ્રીવાસ્તવના નિધનથી ચાહકો સાથે પરિવારને પણ આઘાત લાગ્યો છે. 58 વર્ષીય રાજુ શ્રીવાસ્તવના નિધનથી તેમના પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. રાજુ તેમની પાછળ પત્ની અને બે બાળકો છોડી ગયા છે. રાજુ શ્રીવાસ્તવ વિશે બધા જાણે છે. પરંતુ તેના પરિવાર વિશે બહુ ઓછા લોકો જાણે છે.

રાજુની પત્નીનું નામ શિખા શ્રીવાસ્તવ છે. તે ગૃહિણી છે. રાજુ અને શિખાને બે બાળકો છે. એક પુત્ર અને એક પુત્રી. રાજુની દીકરી અંતરા આસિસ્ટન્ટ ડિરેક્ટર છે. રાજુની દીકરી ઈન્સ્ટા પર ઘણી એક્ટિવ છે. અંતરાના 28.4K ફોલોઅર્સ છે. તેમનો દીકરો ભણે છે. રાજુનો પુત્ર આયુષ્માન શ્રીવાસ્તવ સિતાર વાદક છે. આયુષ્માને ‘બુક માય શો’ ના શો નયી ઉડાનમાં કામ કર્યું છે.

રાજુને પાંચ ભાઈ અને એક બહેન છે. રાજુ પોતાના પારિવારિક જીવનને ખાનગી રાખતો હતો. કેટલીકવાર તે સોશિયલ મીડિયા પર પરિવાર સાથેની તસવીરો શેર કરતો હતો. રાજુ શ્રીવાસ્તવને તેમના બાળકો પ્રત્યે વિશેષ લગાવ હતો. રાજુ શ્રીવાસ્તવનો દીકરો અને તેમની દીકરી તેમના જીવનમાં તેમના ખુબ જ નજીક હતા.

રાજુ શ્રીવાસ્તવની દીકરી અંતરા શ્રીવાસ્તવ તેની બહાદુરી માટે પ્રખ્યાત છે. અંતરાને પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ દ્વારા નેશનલ બ્રેવરી એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. 2005ની વાત છે જ્યારે ચોર રાજુ શ્રીવાસ્તવના ઘરમાં ઘૂસ્યા હતા. પછી અંતરાએ પોતાની બુદ્ધિ અને હિંમત બતાવી અને ચોરોને જેલના સળિયા પાછળ મોકલી દીધા. અંતરાએ તેની માતા શિખા શ્રીવાસ્તવનો જીવ આ ચોરોથી બચાવ્યો હતો.

રાજુનો જન્મ 25 ડિસેમ્બર 1963ના રોજ કાનપુરમાં થયો હતો. તે મધ્યમ વર્ગીય પરિવારમાંથી હતો. તેમના પિતાનું નામ રમેશચંદ્ર શ્રીવાસ્તવ હતું. તેઓ વ્યવસાયે કવિ હતા. માતાનું નામ સરસ્વતી શ્રીવાસ્તવ હતું. લોકો રાજુને પ્રેમથી ગજોધર ભૈયા કહેતા. રાજુ શ્રીવાસ્તવે પોતાની કારકિર્દીમાં સફળતા મેળવતા પહેલા ઘણો સંઘર્ષ કર્યો હતો. રાજુ નાનપણથી જ કોમેડિયન બનવા માંગતો હતો. રાજુએ તેજાબ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. શરૂઆતમાં રાજુ શ્રીવાસ્તવે ફિલ્મોમાં નાના રોલ કર્યા હતા.

કોમેડી શો ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’એ રાજુને વાસ્તવિક ઓળખ આપી. તે શો જીતી શક્યો ન હતો, સેકન્ડ રનર અપ હતો. પરંતુ કોમેડી શોની સફળતા બાદ રાજુએ પોતાના કરિયરમાં ક્યારેય પાછું વળીને જોયું નથી. તેમના હાસ્ય અભિનય ઉપરાંત, રાજુ શ્રીવાસ્તવ સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની નકલ કરવા માટે પણ પ્રખ્યાત હતા. રાજુએ ઘણા રિયાલિટી શોમાં પણ કામ કર્યું હતું. અભિનય, કોમેડી પછી રાજુએ રાજકારણમાં પ્રવેશ કર્યો અને ત્યાં પણ તે હિટ રહ્યો. રાજુએ તેની કારકિર્દીમાં જે સ્થાન મેળવ્યું હતું તે દરેક માટે પ્રેરણાદાયક છે.

Niraj Patel