લોકોના ઘર સુધી ગરમ ગરમ ખાવાનું પહોચવતા ડિલિવરી બોયની વ્યથાને વાચા આપી રહ્યો છે કોમેડિયન કપિલ શર્મા, વીડિયો જોઈને ભાવુક થઇ જશો

આજે જમાનો સ્માર્ટફોનનો છે અને સ્માર્ટફોન દ્વારા આપણા મોટાભાગના કામ ચપટી વગાડતા જ થઇ જતા હોય છે. આજે મોટાભાગના લોકો ઘરે કે ઓફિસમાં બેઠા બેઠા ઓનલાઇન જ ખાવાનું મંગાવી લેતા હોય છે અને ડિલિવરી બોય ગમે તેવી કાળઝાળ ગરમી કે તડકો હોય કે પછી કડકડતી ઠંડી, કે ભલે ધોધમાર વરસાદ જ કેમ ના હોય. તે સમયસર તમારા ઘર સુધી જમવાનું ગરમ ગરમ જ પહોચાવે છે. ત્યારે આવા ડિલિવરી બોયની જ એક કહાની કોમેડિયન કપિલ શર્મા લઈને આવી રહ્યો છે.

કોમેડિયન કપિલ શર્માની નવી ફિલ્મ ઝ્વીગાટોનું ટ્રેલર સોમવારે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં કપિલ કોમેડી છોડીને ગંભીર મોડમાં જોવા મળી રહ્યો છે. કોમેડી કિંગ ડિલિવરી બોયની ભૂમિકા ભજવતો જોવા મળે છે. આ ફિલ્મને નંદિતા દાસે ડિરેક્ટ કરી છે. ટ્રેલર રિલીઝ થતાની સાથે જ તે વાયરલ થવા લાગ્યું. ફેન્સને ટ્રેલર ખૂબ જ પસંદ આવી રહ્યું છે.

ઝ્વીગાટોમાં કપિલ એક સામાન્ય પરિવારનું પાત્ર ભજવતો જોવા મળે છે. તે એક ડિલિવરી બોયના રોલમાં જોવા મળે છે જે આખો દિવસ કામ કરીને પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે. ફિલ્મમાં કપિલની પત્ની અને 2 બાળકો છે. ફિલ્મ ગંભીર લાગે છે. જેમાં તે પોતાની જવાબદારી નિભાવતો જોવા મળી રહ્યો છે.

ટ્રેલર જોઈને તમે સમજી જ ગયા હશો કે આ ફિલ્મ સામાન્ય માણસ પર બની છે. જે પોતાના પરિવારની જરૂરિયાતો પૂરી કરવા માટે એક દિવસની મજુરી પર કામ કરે છે. જો કે, કામ કર્યા પછી પણ તેને નિરાશા જ મળે છે. તેમના બાળકો પણ તેમના પિતાના કામથી ખુશ નથી. આવી સ્થિતિમાં જ્યારે ઘરનો ખર્ચ પૂરો ન થયો ત્યારે પત્ની પણ કામ કરવા લાગી. આ પછી વાર્તામાં નવો વળાંક આવે છે. તમને જણાવી દઈએ કે, શહાના ગોસ્વામી આ ફિલ્મમાં કપિલ શર્માની પત્નીનો રોલ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Kapil Sharma (@kapilsharma)

ફિલ્મ ફેસ્ટિવલના કન્ટેમ્પરરી વર્લ્ડ સિનેમા ભાગમાં દર્શાવવામાં આવી હતી. હવે આ ફિલ્મનું એશિયન પ્રીમિયર 27માં બુસાન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં થશે. બુસાન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 5-14 ઓક્ટોબર વચ્ચે યોજાશે. ‘ઝ્વિગાટો’માં શહાના ગોસ્વામી અને તુષાર આચાર્ય પણ છે.

Niraj Patel