રિલાયન્સ ગ્રુપના માલિક મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીની પ્રી-વેડિંગ સેલિબ્રેશન અને ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ જામનગરમાં 3 માર્ચે યોજાઈ હતી. આ સ્પેશિયલ ઇવેન્ટમાં બોલિવૂડથી લઈને હોલીવુડ, ઇન્ટરનેશનલ બિઝનેસમેન સુધીના મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો.
આ ફંક્શન 1 માર્ચથી 3 માર્ચ સુધી ચાલ્યું હતું. ફંક્શનના છેલ્લા દિવસે અમિતાભ બચ્ચન તેમના આખા પરિવાર સાથે હાજર રહ્યા હતા. આજે સોશિયલ મીડિયા પર અમિતાભ બચ્ચનના પુત્ર અભિષેક-વિશ્વસુંદરી ઐશ્વર્યા રાય અને તેની લાડલી આરાધ્યાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં આરાધ્યા તેના મમ્મી-પપ્પા અને દાદાના સુપરહિટ ગીત ‘કજરા રે-કજરા રે’ પર ડાન્સ કરતી જોઈ શકાય છે. વીડિયોમાં આરાધ્યા સાથે અભિષેક અને ઐશ્વર્યા રાય પણ જોવા મળી રહ્યા છે. સ્ટાર્સના લુક પર વાત કરીએ તો, આરાધ્યા સફેદ અનારકલી સૂટમાં ગોર્જીયસ લાગતી હતી,
જ્યારે ઐશ્વર્યા બેજ ફ્લોર-લેન્થ અનારકલી સલવાર સૂટમાં સુંદર લાગી રહી હતી અને અભિષેક બેજ કુર્તા સેટમાં એકદમ હેન્ડસમ લાગતો હતો. વાયરલ થઈ રહેલા આ વિડિયોમાં જોવા મળે છે કે તેઓએ અનંત-રાધિકાની પ્રી-વેડિંગ પાર્ટીને ખૂબ જ એન્જોય કરી હતી.
દેશના સૌથી મોટા બિઝનેસમેન અને રિલાયન્સના માલિક મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્રના પ્રી-વેડિંગ ફંક્શનના ઘણા ફોટો અને વિડિયોઝ સામે આવી રહ્યા છે. એવામાં હવે નીતા અંબાણીનો પણ એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ ‘યા દેવી સર્વભૂતેષુ’ પર શાનદાર નૃત્ય કરતી જોવા મળ્યા હતા. આ સિવાય રાધિકાએ પણ અનંત માટે ખાસ ડાન્સ કર્યો હતો.
ત્રણ દિવસથી ગુજરાતના જામનગર ખાતે ભવ્ય સેલિબ્રેશન ચાલી રહ્યું હતું . હવે ત્રીજા દિવસની ઉજવણીની તસવીર અને વીડિયો તીવ્ર ગતિએ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. મહા આરતીની ઝલક સામે આવી છે.
View this post on Instagram