ટીવીનો હિટ શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ આ દિવસોમાં ઘણો ધૂમ મચાવી રહ્યો છે. શોમાં દરરોજ આવતા ટ્વિસ્ટ અને ટર્ન્સે દર્શકોને ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ તરફ આકર્ષિત કર્યા છે. તાજેતરમાં શોમાં બતાવવામાં આવ્યું હતું કે ગોએન્કા અને બિરલા પરિવાર આરોહી અને અભિમન્યુના લગ્ન માટે તૈયાર છે. લગ્નની વિધિઓ પણ શરૂ થાય છે, જેના માટે આખો ગોએન્કા પરિવાર બિરલા હાઉસ પહોંચે છે. અક્ષરા પહેલા ત્યાં જવાની ના પાડે છે, પણ પછી પહોંચે છે. શોમાં આવતા ટ્વિસ્ટ અહીં પૂરા થતા નથી.
અક્ષરાને બિરલા હોસ્પિટલમાં નોકરી પણ મળે છે. તેને બિરલા હોસ્પિટલમાં મ્યુઝિક થેરાપિસ્ટ તરીકે બોલાવવામાં આવે છે. અભિમન્યુ અક્ષરાને નોકરી સ્વીકારવાનો ઇનકાર કરે છે, પરંતુ તે તેની વાત માનતી નથી અને નોકરી સ્વીકારી લે છે. આ સિવાય બિરલા હાઉસમાં આરોહી અને અભિમન્યુના લગ્નને આગળ લઈ જવાની વાત ચાલે છે.
મંજરી આ વાતો ગોએન્કા પરિવારને કહે છે, જેના પર મનીષ સહિત સુહાસિની ખૂબ ગુસ્સે થઇ જાય છે અને તે મંજરીને પૂછે છે, “તમે લોકો આ લગ્ન કરવા માંગો છો કે નહીં?” આ સિવાય બીજા દિવસે બંને પરિવાર આરોહી અને અભિમન્યુના લગ્નની પૂજા માટે મંદિરે પહોંચે છે, પરંતુ વાવાઝોડા અને વરસાદને કારણે અક્ષરા રસ્તામાં જ ફસાઈ જાય છે.
જો કે, અભિમન્યુ અક્ષરાને ફસાયેલી જોઈને તેને પોતાની સાથે મંદિર લઈ જાય છે. ત્યાં બંનેના લગ્નની વિધિથી સંબંધિત પૂજા શરૂ થાય છે. અક્ષરા દ્વારા બનાવેલ અભિમન્યુ અને આરોહીના લગ્નનું કાર્ડ ગણપતિના ચરણ પાસે મુકવામાં આવે છે, પરંતુ તે કાર્ડ પાછળથી નીચે પડી જાય છે, જાણે ગણપતિ સંકેત આપી રહ્યા હોય કે આરોહી અને અભિમન્યુના લગ્ન નહિ પરંતુ અભિમન્યુ અને અક્ષરાના લગ્ન થશે.
આ સિવાય શોમાં આવતા મોટા ટ્વિસ્ટનો વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. હવે આગામી એપિસોડમાં જોવા મળશે કે અભિમન્યુને હેલ્થ કેમ્પમાં લાગેલી આગની તસવીર મળશે, જેમાં અક્ષરા અભિની નજીક જોવા મળશે. તસવીર જોઈને અભિમન્યુને યાદ આવ્યું કે આરોહીએ નહિ પરંતુ અક્ષરાએ તેનો જીવ બચાવ્યો હતો. તે છોકરી ખરેખર અક્ષરા હતી, આરોહી નહીં. જ્યારે આરોહીની હકિકત સામે આવે છે ત્યારે અભિ પણ હેરાન રહી જાય છે. હવે જોવાનું એ રહ્યુ કે તે હવે શું કરે છે.
View this post on Instagram