વાયરલ થવાના ચક્કરમાં આ છોકરીએ મંદિરમાં જઈને ઊંચું કર્યું સ્કર્ટ, વીડિયો વાયરલ થતા લોકો પણ ભડક્યા, કહ્યું, “આસ્થાને ઠેસ પહોંચાડી…”

આજે લોકો સોશિયલ મીડિયામાં વાયરલ થવા માટે કોઈપણ હરકતો કરતા હોય છે, તેમની આવી હરકતો જોઈને તમને એમ લાગે છે કે સોશિયલ મીડિયામાં તેમના ફોલોઅર્સની સંખ્યા વધશે, આવા વાયરલ થવાના ચક્કરમાં લોકોની લાગણી સાથે પણ ઘણા લોકો ખિલવાડ કરતા નજર આવે છે. સોશિયલ મીડિયામાં એક એવી જ છોકરીનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થવાના ચક્કરમાં એક છોકરી મંદિરની અંદર ફિલ્મી ગીત ઉપર અશ્લીલ ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વાયરલ વીડિયો મીડિયા રિપોર્ટ અનુસાર મધ્ય પ્રદેશના છત્તરપુરનો હોવાનું સામે આવ્યું છે. યુવતી ભગવાનના દરબારમાં આવો ડાન્સ કરતા લોકો પણ ભડક્યા છે અને તેના વિરુદ્ધ કાર્યવહી કરવાની પણ માંગણી કરી રહ્યા છે.

આ મામલો છત્તરપુર ટોરીયો મંદિરનો જણાવવામાં આવી રહ્યો છે. જ્યાં એક છોકરી મંદિર પરિસરમાં “સેકેંડ હેન્ડ જવાની” ગીત ઉપર ડાન્સ કરતી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયામાં આ ડાન્સ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ત્યારે આ વાયરલ વીડિયો ઉપર મંદિરના મહંત સહીત હિન્દુવાદી સંગઠનોએ આ છોકરી વિરિદ્ધ વિરોધ નોંધાવ્યો છે.

તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયામાં પોતાના આ વીડિયો દ્વારા હોબાળો મચાવનાર આ યુવતીનું નામ આરતી સાહુ છે. જે છત્તરપુરની જ રહેવાસી છે. તે સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે. આરતી તેના વીડિયોને ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં પોસ્ટ પણ કરતી રહે છે. યુટ્યુબ ઉપર જ આરતીના 25 લાખ ફોલોઅર્સ છે. જાણવા મળી રહ્યું છે કે આરતીએ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે મંદિરમાં ડાન્સ કર્યો હતો.

તો આ વાયરલ વીડિયો બાબતે આરતીનું કેહવું છે કે તેને કોઈ ફુહડતા નથી કરી. તેનું માનવું છે કે તેને સંપૂર્ણ સભ્યોનું ધ્યાન રાખીને પુરા કપડામાં ડાન્સ કર્યો છે. આ પ્રકારના મારા ડાન્સમાં કોઈ પણ અશ્લીલતા નથી. તો ઘણા લોકો કોમેન્ટમાં આ હિન્દુઓની ધાર્મિક લાગણીઓને આહત કરવાનો આરોપ પણ આરતી ઉપર લગાવી રહ્યા છે.

Niraj Patel