સુરતની આ યુવતી માત્ર 22 વર્ષની ઉંમરમાં ચૂંટણી જીતી, બની ગઈ નગરપાલિકાની સૌથી નાની કોર્પોરેટર, જુઓ તસવીરો

રવિવરના રોજ ગુજરાતની 6 મહાનગર પાલિકાનું પરિણામ ગઈકાલે જાહેર થયું. જેમાં તમામ બેઠકો ઉપર ભાજપને વિજય મત મળ્યો. પરંતુ ડાયમંડ સીટી સુરતની અંદર આવેલા પરિણામો જોઈને સૌ કોઈ હેરાન છે.

સુરતની અંદર આમ આદમી પાર્ટીને 27 બેઠકો ઉપર વિજય મળ્યો છે, જેમાં એક નામ પાયલ સાકરિયાનું પણ છે. પાયલ સાકરીયા 22 વર્ષની ઉંમરમાં જ વોર્ડ નંબર 16માં વિજયી બનતા જ મહાનગર પાલિકાની નાની ઉંમરની કોર્પોરેટ બની છે.

આ માં આદમી પક્ષ તરફથી ચૂંટણી લડી રહેલી પાયલ સાકરિયાનો 9669 મતથી વિજય થયો હતો. ત્યારે હવે પાયલના જીવન વિશે ઘણા બધા લોકો જાણવા માંગે છે.

પાયલ સાકરીયાએ એક અભિનેત્રીના રૂપમાં પણ કામ કર્યું છે. તેને હિન્દી અને ગુજરાતી આલ્બમમાં તેમજ ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

પાયલે 50 જેટલા ગુજરાતી હિન્દી આલ્બમ સાથે એક ગુજરાતી ફિલ્મમાં પણ અભિનેત્રી તરીકે કામ કર્યું છે. પરંતુ લોકડાઉનના કારણે આ ફિલ્મ આવી શકી નથી.

પાયલ પુણા વિસ્તારમાં આવેલી સકર્તા સોસાયટીમાં પોતાના પરિવાર સાથે રહે છે અને તેને 12 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે.

પાયલની મિલકતની જો વાત કરવામાં આવે તો તેની પાસે મિલકતમાં માત્ર 92 હજાર રૂપિયા અને 50 હજારની કિંમતનાં ઘરેણાં છે.

સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પક્ષ તરફથી ચૂંટણી લડવા સમયે પાયલે ખુબ જ મહેનત કરી છે. પાર્ટીનો ખુબ જ પ્રચાર પણ કર્યો છે અને પોતાની મહેનતના દમ ઉપર તે વિજયી બની છે.

પાયલની જીત થતા જ પરિવાર સાથે વોર્ડમાં પણ ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. સૌએ અબીલ ગુલાલ અને ફૂલો દ્વારા ઢોલ નાગડા વગાડીને જીતનો ઉત્સવ ઉજવ્યો હતો.

પાયલે જણાવ્યું હતું કે, હું મારા વિસ્તારમાં ખૂબ સારા કામો કરીશ. ચૂંટણી જીત્યા બાદ સોસાયટી ખાતે પહોંચેલી પાયલે પરિવારના વડીલોના આશીર્વાદ લીધા હતા. પરિવારના લોકોએ મીઠાઈ સાથે પાયલનું સ્વાગત કર્યું હતું.

Niraj Patel