ત્રણ-ત્રણ લગ્ન કરનાર નેતાનું થયુ દર્દનાક રીતે મૃત્યુ, હાલમાં જ ત્રીજી 18 વર્ષની પત્ની સાથે ડિવોર્સને લઇને ચાલી રહ્યો હતો વિવાદ

પ્રખ્યાત ટીવી હોસ્ટ અને પાકિસ્તાની સાંસદ આમિર લિયાકત હુસૈન ઈમરાન ખાનની પાર્ટીના સાંસદ હતા. તેઓ છેલ્લા ઘણા સમયથી તેમના ત્રીજા લગ્ન અને છૂટાછેડાને લઇને ચર્ચામાં હતા. આ ઉપરાંત તેમની ત્રીજી પત્નીએ તેમના પર ઘણા આરોપો લગાવ્યા હતા. ત્યારે હાલ આમિર લિયાકતને લઇને એક મહત્વની અને મોટી ખબર સામે આવી રહી છે. આમિર લિયાકતનું મોત થઇ ગયું છે. પાકિસ્તાની મીડિયા અનુસાર આમિર લિયાકત હુસૈન કરાચીમાં તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા. ઈમરાન ખાનની પાર્ટીમાંથી સાંસદ બનેલા આમિર લિયાકત શાહબાઝ શરીફે સરકાર રચાયા બાદ પીટીઆઈ નેતાથી અલગ થઈ ગયા હતા.

આમિર લિયાકત હુસૈન 49 વર્ષના હતા. આમિર તેના ઘરમાં બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. આ પછી તેને અત્યંત ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. લિયાકત ગઈકાલે રાતથી બેચેની અનુભવી રહ્યો હતો પરંતુ તેણે હોસ્પિટલ જવાની ના પાડી દીધી હતી. તેના કર્મચારી જાવેદે જણાવ્યું કે સવારે આમિરના રૂમમાંથી અવાજો આવી રહ્યા હતા. જ્યારે આમિરે કોઈ જવાબ ન આપ્યો તો સ્ટાફ દરવાજો તોડીને તેના ઘરમાં ઘૂસ્યો. પ્રારંભિક તપાસમાં આમિર લિયાકતના મોતમાં કોઈ કાવતરું હાલ સામે આવ્યુ નથી.

આમિર લિયાકતના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. તેમના મૃત્યુ બાદ પાકિસ્તાનની સંસદનું સત્ર સ્થગિત કરવામાં આવ્યું હતું. લિયાકત માર્ચ 2018માં પીટીઆઈમાં જોડાયા હતા. તેઓ પાકિસ્તાનની આર્થિક રાજધાની કહેવાતા કરાચીથી ચૂંટણી જીત્યા હતા. ટીવી પર તેના શો ખૂબ લોકપ્રિય હતા. હાલમાં જ આમિર લિયાકતનો એક વીડિયો લીક થયો હતો, જેમાં તે કપડા વગર જોવા મળી રહ્યા હતા. આ વીડિયો આમિરના બેડરૂમનો હતો જેમાં તે આઈસ ડ્રગ્સ લેતો જોવા મળ્યો હતો. આમિરની ત્રીજી પત્ની દાનિયા આમિર કરતા ઉંમરમાં ઘણી નાની હતી.

તાજેતરમાં જ તેણે છૂટાછેડા માટે અરજી કરી હતી. દાનિયાએ આમિરનો વીડિયો લીક કરીને દાવો કર્યો હતો કે તેનો પતિ આઈસ ડ્રગ્સ લે છે. બીજી તરફ આ વાંધાજનક વીડિયો પર આમિર લિયાકતે દાવો કર્યો છે કે તે સંપૂર્ણ રીતે ખોટો છે કારણ કે દાનિયા એ કહી શકી ન હતી કે રૂમની અંદર આ વીડિયો કોણે રેકોર્ડ કર્યો છે. આમિરે દાનિયાના ઈન્ટરવ્યુનો વીડિયો પણ શેર કર્યો હતો. દાનિયાએ છૂટાછેડા માટે અરજી કર્યા પછી, તેણે પોતાનું નામ પણ દાનિયા આમિરથી બદલીને દાનિયા મલિક કરી દીધું હતુ. આમિર લિયાકતનો જન્મ 1972માં કરાચીમાં થયો હતો.

આમિર લિયાકતે ત્રણ લગ્ન કર્યા હતા. તેણે 2018માં બીજા લગ્ન તૌબા અનવર સાથે કર્યા હતા. ત્યારપછી તેની સાથે છૂટાછેડા લીધા બાદ તેણે વર્ષ 2022માં તેનાથી 31 વર્ષ નાની દાનિયા સાથે લગ્ન કર્યા હતા. જો કે લગ્નના થોડા દિવસો બાદ જ દાનિયાએ છૂટાછેડા માટે અરજી કરી હતી. લિયાકત લાંબા સમયથી મીડિયા ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા હતા. 2001માં તે જીયો ટીવીમાં જોડાયો. આ પછી તે બોલ ન્યૂઝ પર પણ દેખાયો. લિયાકત છેલ્લે બોલ હાઉસના કાર્યક્રમમાં જોવા મળ્યા હતા.

Shah Jina