સુરતમાં પરિવાર સુઈ રહ્યો હતો ત્યારે જ 17 વર્ષની દીકરીએ રસોડામાં જઈને મોતને વ્હાલું કરી લીધું, પરિવાર માથે તૂટ્યો દુઃખોનો પહાડ

સુરતમાં બાઈક રીપેર કરીને ગુજરાન ચલાવતા પરિવારની 11માં ધોરણમાં ભણતી દીકરીએ મોતને વહાલું કર્યું.. આપઘાત પાછળનું કારણ…

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે. ઘણા બધા કિસ્સાઓમાં લોકો આર્થિક તંગીના કારણે આપઘાત કરતા હોય છે તો ઘણા લોકો પ્રેમ પ્રસંગોના કારણે આપઘાત કરી લેતા હોય છે. તો છેલ્લા થોડા સમયમાં સ્કૂલ અને કોલેજના બાળકોના પણ આપઘાત કરવાના મામલાઓ સામે આવી રહ્યા છે.

ઘણા નાની ઉંમરના બાળકો પરીક્ષામાં નાપસ થવાના ડરથી કે કોઈ અન્ય કારણોને લઈને આપઘાત કરી લેતા હોય છે. ત્યારે હાલ સુરતમાંથી એક એવી જ ઘટના સામે આવી છે. જેમાં ધોરણ 11માં ભણતી એક 17 વર્ષની દીકરીએ આપઘાત કરી લેતા પરિવાર માથે દુઃખોનું આભ તૂટી પડ્યું છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલી હાઉસિંગ સોસાયટીમાં સુરેશભાઈ વેગત તેમની પત્ની અને એક દીકરા તેમજ દીકરી સાથે રહે છે. સુરેશભાઈ વરાછામાં બાઈક રીપેર કરવાનું ગેરેજ ચલાવે છે. જયારે તેમની 17 વર્ષની દીકરી સુમિતા વરાછામાં જ આવેલી તપોવન વિદ્યાલયમાં ધોરણ 11માં અભ્યાસ કરે છે.

ત્યારે ગત રોજ પરિવાર ગાઢ નિદ્રામાં હતો ત્યારે વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ સુમિતા રસોડામાં ગઈ અને રસોડામાં આવેલા હુકમ દુપટ્ટો બાંધીને ગળે ટુંપો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. જયારે વહેલી સવારે તેની માતા રસોડામાં ગઈ ત્યારે દીકરીને આ રીતે ફાંસીના ફંદા પર લટકતા જોઈને ચીસ પાડી ઉઠી હતી.

આ ઘટનાની જાણ થતા જ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. કાપોદ્રા પોલીસે આ મામલે આપઘાતનો મામલો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. સુમિતા ભણવામાં પણ ખુબ જ હોશિયાર હતી. ત્યારે દીકરીનું આમ અચાનક આવું ભયાનક પગલું ભરવાના કારણે પરિવાર પણ આઘાતમાં સરી પડ્યો છે. પોલીસને ઘરમાંથી કોઈ સુસાઇડ નોટ પણ નથી મળી. સુમિતાએ ક્યાં કારણે આપઘાત જેવું પગલું ભર્યું તે પણ એક રહસ્ય બની ગયું છે.

Niraj Patel