ટીવીના ધમાકેદાર શો ‘બિગ બોસ 18’થી લાઈમલાઈટ મેળવનારી ઈડન રોઝ (Edin Rose) અવાર નવાર પોતાની સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. પરંતુ તાજેતરમાં અભિનેત્રી અને તેના પરિવાર પર મુશ્કેલીઓ આવી છે. એક્ટ્રેસના પિતાનું અવસાન થયું છે. તેના ખાસ મિત્ર અને ‘બિગ બોસ 18’ના સહ-સ્પર્ધક તજિંદર પાલ સિંહ બગ્ગાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરી શેર કરી, જેમાં તેણે જણાવ્યું કે ઇડન રોઝના પિતાનું નિધન થઈ ગયું છે.

તજિન્દર પાલ સિંહ બગ્ગાએ પોસ્ટ દ્વારા ઈડન રોઝ અને તેના પરિવારને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો. ઈડન રોઝના પિતાના નિધન અંગે તજિન્દર પાલ સિંહ બગ્ગાએ પોસ્ટમાં લખ્યું, “ઈડનના પિતાના અવસાન વિશે જાણીને હું ખૂબ જ દુઃખી છું. હું પ્રાર્થના કરું છું કે તેમની આત્માને શાંતિ મળે. હું ઈચ્છું છું કે ઈડન રોઝના સમગ્ર પરિવાર માટે આ મુશ્કેલ સમયમાં પ્રેમ, આરામ અને શક્તિ મળે. તેમની સાથે બનેલી યાદો તમારા હૃદયને શાંતિ આપશે.” ઇડન રોઝના પિતાના નિધનના સમાચારથી ચાહકો પણ નિરાશ છે.

જણાવી દઈએ કે અભિનેત્રીએ હજુ સુધી તેના પિતાના નિધન અંગે કંઈ કહ્યું નથી. ઇડન રોઝે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. પરંતુ તેણે અભિનયમાં પણ હાથ અજમાવ્યો અને તેલુગુ ફિલ્મ ‘રાવણાસુર’માં જોવા મળી હતી. ઇડન રોઝે ગયા વર્ષે ‘બિગ બોસ 18’માં વાઇલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે પ્રવેશ કર્યો હતો, જ્યાં તેણે તેની શૈલીથી હેડલાઇન્સ બનાવવામાં કોઈ કસર છોડી ન હતી.
View this post on Instagram