20 વર્ષ જૂની એવી વાહિયાત ફિલ્મ, શરૂઆતથી અંત સુધી ભરેલા પડ્યા હતા બોલ્ડ સીન્સ…કહાની જોઇ ભડકી ગયા હતા દર્શક- બેન કરવા પર અડી ગયા હતા લોકો…

આજે અમે તમને 20 વર્ષ પહેલા રિલીઝ થયેલી એક ફિલ્મ વિશે જણાવીશું, જેણે બોલિવૂડમાં ધૂમ મચાવી દીધી હતી. આ ફિલ્મની કહાની અને સીન્સને લઈને એટલો બધો હોબાળો મચ્યો કે ભારતમાં ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માગ થઈ હતી. આ 2 કલાક 18 મિનિટની ફિલ્મ 2005માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં એવો બોલ્ડ વિષય બતાવવામાં આવ્યો છે જે લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે.

આ ફિલ્મમાં શાઇની આહુજા અને સીમા રહેમાની મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મનું નામ ‘સિન્સ’ છે. ફિલ્મ ‘સિન્સ’નું દિગ્દર્શન વિનોદ પાંડેએ કર્યું હતું. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે વિનોદે સિન્સની વાર્તા એક અખબારમાં વાંચી હતી. આ વાર્તા 1988માં કેરળના એક પાદરીની હતી. જેમને જાતીય હુમલો અને હત્યાના આરોપમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.

આ આધારે, વિનોદે ફિલ્મની વાર્તાને મોટા પડદા માટે રૂપાંતરિત કરી. ફિલ્મમાં, શાઇની આહુજાએ ફાધર વિલિયમની ભૂમિકા ભજવી હતી જ્યારે સીમા રહેમાનીએ રોઝમેરીની ભૂમિકા ભજવી હતી. ફિલ્મની કહાની પ્રેમ પ્રકરણ પર આધારિત છે. જેમાં શાહની આહુજા અને સીમા રહેમાનીના ઘણા બોલ્ડ સીન્સ છે. ફિલ્મમાં ઘણા નગ્ન દ્રશ્યો પણ છે જેના કારણે ઘણો હોબાળો થયો હતો. કેથોલિક સેક્યુલર ફોરમે પણ તેની રિલીઝ રોકવા માટે પીઆઈએલ દાખલ કરી હતી.

પરંતુ કોર્ટે ફિલ્મને મંજૂરી આપી. જે પછી આ ફિલ્મ 25 ફેબ્રુઆરી 2005 ના રોજ રિલીઝ થઈ. પરંતુ રિલીઝ થતાં જ ફ્લોપ જાહેર કરવામાં આવી. આ ફિલ્મનું બજેટ આશરે રૂ. 1,25,00,000 કરોડ હતું. જ્યારે ફિલ્મનું વિશ્વવ્યાપી કલેક્શન 2,38,00,000 કરોડ રૂપિયા હતું. આ ફિલ્મે ચોક્કસપણે તેના બજેટ કરતાં પણ વધુ કમાણી કરી. પરંતુ આજે પણ આ ફિલ્મને બકવાસ ફિલ્મોની શ્રેણીમાં ગણવામાં આવે છે. IMDb પર તેને 4.2 રેટિંગ મળ્યું છે.

Shah Jina
error: Unable To Copy Protected Content!