સ્વિમિંગ પુલમાં નાખ્યુ ગંગાજળ, પછી સોસાયટીના લોકોએ કર્યુ મહાકુંભ સ્નાન, જુઓ વાયરલ વીડિયો
ગ્રેટર નોઈડા વેસ્ટની ચૈરી કાઉંટી સોસાયટીમાં મહાશિવરાત્રી પર શ્રદ્ધા અને ભક્તિનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું. મહાકુંભના છેલ્લા સ્નાન પર્વ પર એક સોસાયટીના લોકોએ સંગમથી લાવેલું પવિત્ર જળ સ્વિમિંગ પૂલમાં નાખ્યુ અને પછી બધાએ ડૂબકી લગાવી. જણાવી દઈએ કે મહાશિવરાત્રીના દિવસે મહાકુંભનું અંતિમ સ્નાન હતુ, જે લોકો કુંભમાં જઈ શક્યા નહિ કે સંગમમાં શ્રદ્ધાથી ડૂબકી લગાવી શક્યા નહિ તેઓ પોતપોતાની રીતે સંગમમાંથી લાવેલા પાણીથી પોતાના ઘરે સ્નાન કરે છે.
ગ્રેટર નોઈડા વેસ્ટની ચેરી કાઉન્ટી સોસાયટીમાં લોકોએ એક અનોખી પદ્ધતિ અપનાવી. અહીં સોસાયટીના સ્વિમિંગ પૂલમાં સંગમથી લાવેલ પાણી નાખવામાં આવ્યુ, ને ત્યારબાદ સોસાયટીના લોકોએ ડ઼ૂબકી લગાવી. સોસાયટીમાં રહેતા મનીષ ત્રિપાઠી મહાકુંભમાં સ્નાન કરીને પરત ફર્યા ત્યારે અન્ય લોકોએ તેમને શ્રદ્ધાપૂર્વક સ્પર્શ કર્યો.
લોકો માનતા હતા કે જો તેઓ મહાકુંભ સ્નાન પછી મનીષના સંપર્કમાં આવશે તો તેમને પણ પુણ્ય મળશે. કેટલાક લોકોએ આ વાતને પોતાની શ્રદ્ધાના રૂપમાં લીધી અને આ અનોખી રીતે મહાકુંભમાં જવાની ઉણપ પૂરી કરી, આ ભક્તિ જોઈને મનીષ ત્રિપાઠી એટલા ભાવુક થઈ ગયા કે તેમણે મહાકુંભમાંથી લાવેલું ગંગા જળ સોસાયટીના સ્વિમિંગ પૂલમાં રેડ્યું અને લોકોને સ્નાન કરાવ્યું. મહાશિવરાત્રિના દિવસે લોકોએ પૂલમાં ડૂબકી લગાવી.
તેમનું માનવું હતું કે આ સ્નાન કોઈ પણ રીતે ગંગામાં સ્નાન કરતાં ઓછું નથી, લોકોએ કહ્યું કે તેઓ મહાકુંભમાં ન જઈ શકે, પરંતુ આ પહેલ દ્વારા તેઓએ શ્રદ્ધાથી ડૂબકી પણ લગાવી. એક વ્યક્તિએ કહ્યું કે મહાકુંભમાં જવું શક્ય નથી, પરંતુ આ સ્વિમિંગ પૂલમાં ગંગાનું પાણી ઉમેરીને સ્નાન કરવું એ અમારા માટે ગંગા સ્નાન જેવો અનુભવ હતો. મહાશિવરાત્રીના દિવસે આ સ્નાન એક યાદગાર અનુભવ બની ગયો.
Someone brought water from Sangam from Prayagraj Maha Kumbh🔱
People of the society poured it into the swimming pool.
Now everyone is taking a dip in the pool.
This video is from ATS society in Noida.🕉️ pic.twitter.com/BzqnZD3zBs
— The Delhi Dialogues (@DelhiDialogues6) February 24, 2025