બ્રેકીંગ ન્યુઝ:દિગ્ગજ અભિનેતા ઉત્તમ મોહંતીનું થયું નિધન, 66 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ, જુઓ તસવીરો
ઉડિયા એક્ટર ઉત્તમ મોહંતીનું ગુરુવાર રાત્રે હરિયાણા સ્થિત એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તેમણે 66 વર્ષની ઉંમરે પોતાનો છેલ્લો શ્વાસ લીધો. ઓડિશાના મુખ્ય પ્રધાન મોહન ચરણ માંઝીએ દિગ્ગજના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો અને તેમને સિનેમા જગત માટે મોટી ખોટ ગણાવી.
મુખ્યમંત્રી માંઝીએ શોક વ્યક્ત કર્યો અને એક્સ હેન્ડલ પર આ પોસ્ટ શેર કરી અને લખ્યું, ‘ઓડિશાના લોકપ્રિય અભિનેતા ઉત્તમ મોહંતીના મૃત્યુના સમાચાર સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું છે. તેમના મોતથી ઉડિયા આર્ટ જગતને ઘણું નુકસાન થયું છે. તેમણે ઉડિયા સિનેમા જગતમાં જે છાપ છોડી છે તે હંમેશા પ્રેક્ષકોના હૃદયમાં જીવંત રહેશે. હું તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું અને શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે ઉંડી સંવેદના વ્યક્ત કરું છું.’
સન્માન તરીકે, મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યો છે કે ઉત્તમ મોહંતીના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવો જોઈએ. મુખ્યમંત્રી માઝીએ વિદાય લીધેલા આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી અને શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે પણ સંવેદના વ્યક્ત કરી. માઝીએ મોહંતીના પુત્ર બાબુશાન સાથે ફોન પર વાત કરી અને તેમને ખાતરી આપી કે રાજ્ય સરકાર મોહંતીના પાર્થિવ શરીરને દિલ્હીથી ભુવનેશ્વરમાં લાવવામાં મદદ કરશે.તમને જણાવી દઈશ કે મોહંતી લીવર સંબધતી બીમારીથી પીડિત હતા.
8 ફેબ્રુઆરીએ તેમને મેદાત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતો. તેમના પુત્ર બાબુશાને ગુરુવારે રાત્રે તેમના મૃત્યુ વિશે માહિતી આપી. મોહંતીની કારકિર્દીને જોતા, તેમણે 135 થી વધુ ઉડિયા ફિલ્મોમાં તેમજ કેટલાક ટેલિવિઝન શોમાં કામ કર્યું. આ સિવાય, તેમણે 30 બંગાળી ફિલ્મો અને હિન્દી ફિલ્મ ‘નયા જહર’ માં પણ અભિનય કર્યો. તેમનો જન્મ અને ઉછેર મયુરભંજ જિલ્લામાં બારીપદામાં થયો હતો.
ଓଡ଼ିଶାର ପ୍ରସିଦ୍ଧ ତଥା ଲୋକପ୍ରିୟ ଅଭିନେତା ଉତ୍ତମ ମହାନ୍ତିଙ୍କ ଦେହାନ୍ତ ବିଷୟରେ ଜାଣି ମୁଁ ଅତ୍ୟନ୍ତ ଦୁଃଖିତ। ତାଙ୍କର ବିୟୋଗ ଓଡ଼ିଆ କଳା ଜଗତରେ ଏକ ବିରାଟ ଶୂନ୍ୟସ୍ଥାନ ସୃଷ୍ଟି କରିଛି। ଓଡ଼ିଆ କଳା ଜଗତରେ ସେ ଛାଡିଯାଇଥିବା ଅଭିନୟର ଛାପ ତାଙ୍କୁ ସର୍ବଦା ଦର୍ଶକଙ୍କ ହୃଦୟରେ ଅମର କରି ରଖିବ। ତାଙ୍କ ଅମର ଆତ୍ମାର ସଦଗତି କାମନା କରିବା…
— Mohan Charan Majhi (@MohanMOdisha) February 27, 2025
મોહંતીનો ઝોકવા કોલેજના દિવસોથી જ અભિનય તરફ હતો. ઉત્તમ મોહંતી એ ઉડિયા સિનેમાના એકમાત્ર સ્ટાર્સ છે જેણે લગભગ બે દાયકા સુધી ટોચનું સ્થાન મેળવ્યું હતું અને 80 અને 90 ના દાયકામાં ઉડિયા ફિલ્મ ઉદ્યોગ પર પ્રભુત્વ મેળવ્યું હતું. તેમને ઉડિયા અભિનેત્રી અપરાજિતા મોહંતી સાથે લગ્ન કર્યા હતા.