વિનેશની જેમ અમન પણ થઇ ગયેલો ઓવરવેટ, રાત્રે 10 કલાકમાં ઘટાડ્યુ 4.6 કિલો વજન, પછી પેરિસ ઓલિમ્પિકમાં દેશ માટે જીત્યો છઠ્ઠો મેડલ

ભારતીય કુસ્તીબાજ અમન સેહરાવતે પેરિસ ઓલિમ્પિક 2024માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે આ મેડલ માટે ઘણી મહેનત કરી. એક રિપોર્ટ અનુસાર, અમને 10 કલાકમાં તેનું 4.6 કિલો વજન ઘટાડ્યુ. તેનું વજન વધી ગયું હોવાને કારણે તેણે રાત્રે સખત મહેનત કરીને વજન ઘટાડ્યું. માત્ર 21 વર્ષનો અમન સાંજે લગભગ 6.30 વાગ્યે જાપાનના રી હિગુચી વિરૂદ્ધ સેમિફાઇનલમાં હારી ગયો હતો.

પરંતુ ભારતીય ટીમ પાસે બરબાદ કરવા માટે કોઈ સમય ન હતો ‘મિશન’ની શરૂઆત દોઢ કલાકના મેટ સેશનથી થઇ, જેમાં બે વરિષ્ઠ કોચે તેને ઊભા રહી કુશ્તી કરાવી. ત્યારપછી એક કલાક સુધી હોટ બાથ સેશન ચાલ્યું. રાત્રે 12.30 વાગ્યે તે જિમ ગયા, જ્યાં અમન એક કલાક સુધી ટ્રેડમિલ પર નોન-સ્ટોપ દોડ્યો. આ પછી તેને 30 મિનિટનો વિરામ આપવામાં આવ્યો, ત્યારબાદ દરેક 5 મિનિટના સૌના બાથના પાંચ સેશન થયા.

છેલ્લા સેશનના અંત સુધીમાં અમનનું વજન હજુ પણ 900 ગ્રામ વધુ હતું. ત્યારબાદ તેને મસાજ આપવામાં આવી અને કોચોએ છતરસાલના ટ્રેઇનીને લાઇટ જોગિંગ કરવા કહ્યું. આ પછી 15 મિનિટના પાંચ રનિંગ સેશન હતા. સવારે 4.30 વાગ્યા સુધી અમનનું વજન 56.9 કિલો હતું. જે નિર્ધારિત વજન કરતા 100 ગ્રામ ઓછું હતું. આ પછી કોચ અને કુસ્તીબાજે રાહતનો શ્વાસ લીધો.

કોચ દહિયાએ કહ્યું કે ‘મેં આખી રાત કુસ્તીની મેચના વીડિયો જોયા. અમે દર કલાકે તેનું વજન તપાસતા રહેતા. અમે આખી રાત ઊંઘ્યા નહીં, દિવસ દરમિયાન પણ નહીં.’ દહિયાએ કહ્યું, ‘વજન ઘટવું એ અમારા માટે સામાન્ય બાબત છે, પરંતુ વિનેશ સાથે જે બન્યું તેના કારણે ટેન્શન હતું, ખૂબ ટેન્શન હતું. અમે બીજો મેડલ ગુમાવવો પોસાય તેમ નહોતું.’

Previous Article

અઠવાડિયામાં જ ઉતર્યો ઓલિમ્પિક મેડલનો રંગ, ક્વોલિટી પર સવાલ ! એથલીટે શેર કરી તસવીર

Next Article

વિદ્યાના મંદિરમાં જ પ્રિન્સિપાલ અને શિક્ષિકા કરવા લાગ્યા રોમાન્સ, કેમેરામાં કેદ થઇ ગઈ આખી ઘટના, ખુબ જ શરમ જનક વીડિયો

error: Protected Content!