દિગ્ગજ અભિનેતા અને નિર્માતા કૃષ્ણ કુમાર આ સમયે ભારે આઘાતમાં છે. 18 જુલાઈના રોજ તેમની પુત્રી તિશા કુમારનું જર્મનીમાં કેન્સરને કારણે નિધન થયું. તિશાના અંતિમ સંસ્કાર રવિવારે સાંજે 5 વાગ્યે થવાના હતા, પણ ભારે વરસાદને કારણે તે મોકૂફ રાખવામાં આવ્યા. ત્યારે આજે 20 વર્ષીય તિશાને મુંબઈના વિલે પાર્લે સ્મશાનગૃહમાં અંતિમ વિદાય અપાઇ.

આ દરમિયાનની કેટલીક હ્રદયદ્રાવક તસવીરો સામે આવી છે, જેમાં પિતા કૃષ્ણ કુમાર દીકરીના અંતિમ સંસ્કાર સમયે લાચાર અને બેબસ દેખાઇ રહ્યા છે. તેમની આંખોમાં આંસુ સાથે ચહેરો ઉદાસ જોવા મળી રહ્યો છે. તિશા ટી-સિરીઝના પ્રમુખ ભૂષણ કુમારની પિતરાઈ બહેન હતી. કૃષ્ણ કુમાર અને તેમની પત્ની તાન્યા સિંહ જર્મનીમાં પુત્રીની સારવાર કરાવી રહ્યા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તિશાના અંતિમ સંસ્કાર રવિવારે સાંજે 5 વાગ્યે મુંબઈના વિલે પાર્લે સ્મશાનગૃહમાં થવાના હતા, પણ પાર્થિવ દેહ લઇને મુંબઇ આવી રહેલી ફ્લાઈટને ભારે વરસાદને કારણે તેનો રૂટ બદલવો પડ્યો હતો. આ પછી તાન્યા સિંહના અંતિમ સંસ્કાર આજે એટલે કે 22 જુલાઈએ સવારે કરવામાં આવ્યા.
View this post on Instagram
તિશાના અંતિમ સંસ્કારમાં T-Seriesના પરિવારના સભ્યો તેમજ નજીકના મિત્રોએ હાજરી આપી હતી. તિશા લાઇમલાઇટથી દૂર રહેતી હતી. તે છેલ્લે ‘એનિમલ’ના પ્રીમિયર દરમિયાન જોવા મળી હતી. તિશાનો જન્મ 6 સપ્ટેમ્બર 2003ના રોજ થયો હતો. તેના અંતિમ સંસ્કારમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. જેમાં સાઈ માંજરેકર, રિતેશ દેશમુખ, ફરાહ ખાન સહિત અનેક નામ સામેલ છે.
View this post on Instagram