Source: IPL જીત્યા બાદ KKR ના અય્યરે કર્યા લગ્ન, જાણો કેવી રીતે પ્રેમમાં થયા ક્લિન બોલ્ડ
વેંકટેશ ઐયરે કર્યા લગ્ન, 8 દિવસમાં જ નસીબ થઇ બીજી મોટી ખુશી, જાણો કોણ છે તેની દુલ્હનિયા
KKRને ચેમ્પિયન બનાવવા વાળા વેંકટેશ ઐયરેની શરૂ થઇ નવી ઇનિંગ, કર્યા લગ્ન, વાયરલ થઇ તસવીરો
Venkatesh Iyer Got Married : થોડા દિવસ પહેલા જ IPLનો માહોલ પૂર્ણ થયો, IPLમાં શાહરુખ ખાનની ટીમ કોલકાત્તા નાઈટ રાઈડર્સ વિજેતા બની અને ટીમના માલિક સાથે ખેલાડીઓએ પણ આ જીતની ખુબ જ મોટી ઉજવણી કરી હતી. ત્યારે હાલ આ ટીમના એક ખેલાડી માટે વધુ એક બેસ્ટ દિવસ સાબિત થયો છે. ભારતીય ક્રિકેટર વેંકટેશ ઐયરે IPL 2024માં શાહરૂખ ખાનની IPL ટીમ KKR માટે રમતી વખતે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ પછી, વેંકટેશ અને તેની ટીમે ‘IPL 2024’ ની ટ્રોફી પણ જીતી, જેના કારણે પ્રશંસકોની ખુશીનો કોઈ પાર ન રહ્યો.

IPL 2024 જીત્યા બાદ હવે વેંકટેશ અય્યરે પોતાના જીવનની નવી ઇનિંગ શરૂ કરી છે. તેણે રવિવાર, 2 જૂન, 2024 ના રોજ સવારે શ્રુતિ રઘુનાથન સાથે લગ્ન કર્યા. બંનેએ ગયા વર્ષે નવેમ્બરમાં સગાઈ કરી હતી. વેંકટેશ વ્યવસાયે ક્રિકેટર છે, પરંતુ તેની પત્ની એટલે કે શ્રુતિ ફેશન પ્રોફેશનલ છે. શ્રુતિ રઘુનાથન લાઇફસ્ટાઇલ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ, બેંગલુરુમાં કામ કરે છે.

બંનેના લગ્નની તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બંનેએ તમિલ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. વાયરલ થઈ રહેલા બંનેના ફોટોમાં અય્યર શ્રુતિને હાર પહેરાવી રહ્યો છે અને આ દરમિયાન તેનો પરિવાર અને મિત્રો હાજર છે.

શ્રુતિએ કોઈમ્બતુરની PSG કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સમાંથી B.Com ડિગ્રી મેળવી છે. આ સિવાય તેણે ‘નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફેશન ટેક્નોલોજી’ (NIFT)માંથી ફેશન મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. પરંતુ તમને જણાવી દઈએ કે, ફેશન સિવાય શ્રુતિને સ્પોર્ટ્સમાં પણ ખૂબ જ રસ છે. વેંકટેશની પત્ની શ્રુતિ ફેશન પ્રોફેશનલ હોવા ઉપરાંત બેડમિન્ટન ખેલાડી પણ છે.

શ્રુતિએ વર્ષ 2022માં લેન્ડમાર્ક બેડમિન્ટન લીગમાં મહિલા ડબલ્સનો ખિતાબ જીત્યો હતો, જ્યારે તે મિક્સ ડબલ્સમાં રનર-અપ રહી હતી. વેંકટેશ અય્યરની વાત કરીએ તો આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સિવાય તે ભારતીય ટીમ માટે પણ રમી ચુક્યો છે. તે ભારત માટે છેલ્લે ફેબ્રુઆરી 2022માં રમ્યો હતો.