“ના પાડી હતી છતાં વીડિયો ચલાવ્યો..” પોતાની પર્સનલ વાતચીતનો વીડિયો લીક કરવા પર સ્ટાર સ્પોર્ટ્સ પર ભડક્યો રોહિત શર્મા, જુઓ શું કહ્યું ?

રોહિત શર્મા થયો સ્ટાર સ્પોર્ટ્સ પર ગુસ્સે, પોતાની અંગત વાત લીક કરવા બદલ કરી પોસ્ટ, કહ્યું, :”ફક્ત વ્યૂઝ મેળવવા માટે તમે…”

Rohit Sharma got angry at Star Sports : ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માને તાજેતરમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માંથી ફ્રી થયો છે. તેની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ (MI) IPL પ્લેઓફમાં પહોંચી શકી નથી. હવે રોહિતે જૂનમાં યોજાનારા ટી20 વર્લ્ડ કપ 2024ની તૈયારી શરૂ કરી દીધી છે. પરંતુ આ દરમિયાન, રોહિત શર્માએ સોશિયલ મીડિયા X પર એક પોસ્ટ શેર કરીને ચાહકોમાં સનસનાટી મચાવી દીધી. પોસ્ટ જોઈને લાગે છે કે રોહિતે ગુસ્સામાં આ લખ્યું છે. વાસ્તવમાં, આ પોસ્ટ દ્વારા, રોહિતે IPL બ્રોડકાસ્ટર ચેનલને ફટકાર લગાવી છે.

રોહિત નારાજ છે કે તેના ઇનકાર છતાં ચેનલે તેનો અંગત વીડિયો પ્લે કર્યો છે. તે કહે છે કે ખેલાડીઓનું પણ અંગત જીવન હોય છે. તે મિત્રો સાથે વાત કરે છે, પ્રવાસ કરે છે, પરિવાર સાથે છે. બધું રેકોર્ડ કરીને તેને પાછું ચલાવવું યોગ્ય નથી. રોહિતે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ‘ક્રિકેટર્સની જીંદગી ખૂબ જ કર્કશ બની ગઈ છે. કૅમેરા અમારી દરેક હિલચાલ અને વાતચીતને રેકોર્ડ કરે છે, અમે અમારા મિત્રો, સાથી ખેલાડીઓ સાથે, તાલીમ દરમિયાન અને મેચના દિવસોમાં ખાનગીમાં શું કરીએ છીએ.

હિટમેને આગળ લખ્યું, ‘જો કે સ્ટાર સ્પોર્ટ્સને વાતચીત રેકોર્ડ ન કરવા માટે કહેવામાં આવ્યું હતું, તેમ છતાં તેઓએ કર્યું અને તેને પ્રસારિત પણ કર્યું, જે ગોપનીયતાનું ઉલ્લંઘન છે. એક્સક્લુઝિવ કન્ટેન્ટ મેળવવા અને ફક્ત વ્યૂઝ મેળવવા ઉપરાંત એન્ગેજમેન્ટ ફોકસ કરવું એક દિવસ ફેન્સ, ક્રિકેટર્સ અને ક્રિકેટની વચ્ચે વિશ્વાસ ખોઈ નાખશે.

વાસ્તવમાં, IPL દરમિયાન રોહિતના ઘણા વીડિયો વાયરલ થયા છે, જેના કારણે હિટમેન પોતે ગુસ્સામાં જોવા મળ્યો હતો. આવો જ એક વીડિયો બ્રોડકાસ્ટર ચેનલ દ્વારા ચલાવવામાં આવ્યો હતો, જેમાં રોહિત મુંબઈ ટીમના ભૂતપૂર્વ ખેલાડી ધવલ કુલકર્ણી અને અન્ય લોકો સાથે વાત કરી રહ્યો હતો. ત્યારબાદ રોહિતે કેમેરામેનને રેકોર્ડિંગ ન કરવા પણ કહ્યું હતું.

Previous Article

જાપાનના રસ્તા પર સાડી પહેરી નીકળી ઇન્ડિયન ગર્લ, વળી-વળીને જોતા રહી ગયા બધા

Next Article

CSKના પ્લેઓફમાંથી બહાર થતા જ MS ધોનીની નિવૃત્તિ અંગે આવ્યું મોટું નિવેદન, જાણો ક્યારે કહેશે અલવિદા

error: Protected Content!