‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ના ડાયરેક્ટર સાથે મેચ જોવા વાનખેડે સ્ટેડિયમ પહોંચી જાહ્નવી કપૂર- રાજકુમાર રાવને કર્યો યાદ- આપ્યા હોટ પોઝ

IPL 2024નો ઉત્સાહ દેશભરમાં છવાયેલો છે. ત્યારે ગત રોજ યોજાયેલ કોલકાતા નાઈટ રાઈડર્સ વર્સેસ મુંબઈ ઈન્ડિયન્સ મેચમાં બોલિવૂડની ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી. સુહાના ખાન, શનાયા કપૂર અને અનન્યા પાંડે ઉપરાંત ચંકી પાંડે તેમજ સંજય કપૂરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જાહ્નવી કપૂર પણ મેચ જોવા સ્ટેડિયમમાં હાજર રહી હતી.

જાહ્નવી તેની ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહીના ડિરેક્ટર શરણ ​​શર્મા સાથે વાનખેડે સ્ટેડિયમ પહોંચી હતી. જો કે, દરેકનું ધ્યાન આકર્ષિત કરનાર તેની ટી શર્ટ હતી, જે બ્લૂ કલરની હતી અને તેના પર ‘માહી’ લખેલું હતું. ટી-શર્ટની પાછળ “ક્રિકેટ અ લાઈફ અને લાઈફ ઈઝ ક્રિકેટ” પણ લખેલું હતું.

જાહ્નવીને આ દરમિયાનની ઘણી તસવીરો શેર કરી છે જેમાંથી એક ડિરેક્ટર શરણ શર્મા સાથે પણ છે. તેણે આ તસવીરો પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યુ, “માહીનો દિવસ…મિસ્ટર માહીએ તમને મિસ કર્યા રાજકુમાર રાવ.”

વાનખેડે સ્ટેડિયમમાં જાહ્નવી કપૂર સિવાય નુસરત ભરૂચા, નેહા ધૂપિયા અને અંગદ બેદી પણ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીની ટીમ મુંબઈ ઈન્ડિયન્સને સપોર્ટ કરવા પહોંચ્યા હતા.

ત્યાં KKR એ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને આઈપીએલ 2024 ટ્રોફી જીતવાનું સપનું તોડી નાખ્યું. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સનો બેટ્સમેન સૂર્ય કુમાર યાદવ મેદાનમાં KKRના બોલરોની ધોલાઈ કરી રહ્યો હતો, ત્યારે જાહ્નવી ખૂબ જ ચિલ થઈ રહી હતી.

Previous Article

જાહ્નવી કપૂરે પહેર્યો એટલો ટૂંકો ડ્રેસ કે કેમેરા સામે વારંવાર ખેચતી રહી, કહ્યુ- પાછળથી રેકોર્ડ ના કરતા..

Next Article

રસ્તા કિનારે કપડા વેચી રહેલી નાની છોકરીને યૂટયૂબરે આપ્યુ સરપ્રાઇઝ, માસૂમની ખુશી જોઇ ભાવુક થયા લોકો- જુઓ વીડિયો

error: Protected Content!