ભોજપુરી એક્ટ્રેસ આકાંક્ષા દુબે કેસને લઇને થયો ચોંકાવનારો ખુલાસો, કપડા પર મળ્યુ પુરુષનું વીર્ય…

એક્ટ્રેસના કપડા પર મળ્યુ સ્પર્મ, પુરી વિગત જાણીને ખળભળી ઉઠશો

Akanksha Dubey case : ભોજપુરી ફિલ્મોની જાણીતી અભિનેત્રી આકાંક્ષા દુબે વારાણસીમાં હોટલના રૂમમાં મૃત હાલતમાં મળી આવી હતી, જે બાદ તેના ચાહકો ચોંકી ગયા હતા. તેના મોતે ઘણા પ્રશ્નો ઉભા કર્યા, જેનો જવાબ હજુ સુધી મળ્યો નથી. અભિનેત્રીએ કથિત રીતે આત્મહત્યા કરી હતી પરંતુ હજુ સુધી તેની તપાસ ચાલી રહી છે. તેના પરિવાર દ્વારા સીબીઆઈ તપાસની માંગ પણ કરાઇ છે. ત્યારે હવે આ મામલે એક નવી વાત સામે આવી છે. આકાંક્ષા દુબે કેસમાં નવું અપડેટ આવ્યું છે.

આકાંક્ષા દુબેના કપડાની તપાસમાં સ્પર્મ મળી આવ્યુ છે. આ પછી પોલીસે તપાસનો વ્યાપ વધુ વિસ્તાર્યો છે. હવે વારાણસી પોલીસે જેલમાં રહેલા મુખ્ય આરોપી અને ભોજપુરી ગાયક સમર સિંહ અને તેના મિત્ર સંજય સિંહ સહિત ચાર લોકોના ડીએનએ ટેસ્ટ કરાવવા માટે કોર્ટ પાસે મંજૂરી માંગી છે. પોલીસ આકાંક્ષા દુબે કેસમાં આરોપી સમર સિંહ, સંજય સિંહ, સંદીપ સિંહ અને અરુણ પાંડેના ડીએનએ સેમ્પલ લેશે અને વધુ તપાસ કરશે.

અભિનેત્રીને આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ સમર સિંહ અને સંજય સિંહ જેલમાં છે. આકાંક્ષા છેલ્લે સંદીપ સિંહ સાથે જોવા મળી હતી. આત્મહત્યા પહેલા અભિનેત્રી એક પાર્ટીમાંથી પરત હોટલ આવી હતી. આ પહેલા ANI સાથે વાત કરતા એડવોકેટ શશાંક શેખર ત્રિપાઠીએ કહ્યું હતું કે, ‘હું મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આ મામલે તપાસ કરવા વિનંતી કરું છું. આકાંક્ષાના પરિવારજનોએ સીબીઆઈ તપાસની માંગ કરી છે કારણ કે તેઓને વારાણસી પોલીસ પર હવે વિશ્વાસ નથી.

આકાંક્ષાની માતાના કહેવા પ્રમાણે, ગાયક સમર સિંહ આકાંક્ષાને હેરાન કરતો હતો. આકાંક્ષાના પરિવારજનોનું માનવું છે કે તેમની પુત્રીની હત્યા કરવામાં આવી છે. સમર સિંહ આકાંક્ષા દુબેના કથિત આત્મહત્યા કેસમાં આરોપી છે. વારાણસી પોલીસ અને ગાઝિયાબાદ પોલીસે સંયુક્ત ઓપરેશનમાં તેની ધરપકડ કરી હતી. જણાવી દઈએ કે ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબેએ સારનાથની એક હોટલમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.

જોકે તેની માતાએ હત્યાનો આરોપ લગાવ્યો હતો. આકાંક્ષાના પરિવાર વતી આત્મહત્યાને હત્યા ગણાવીને ભોજપુરી ગાયક સમર સિંહ અને સંજય સિંહને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા હતા. આ પછી પોલીસે સમર સિંહ અને સંજય સિંહની ધરપકડ કરીને જેલમાં મોકલી દીધા હતા. હાલ આ મામલાની તપાસ ચાલી રહી છે. જો કોર્ટ પોલીસને સમર સિંહ સહિત ચાર લોકોના ડીએનએ ટેસ્ટ કરાવવાની મંજૂરી આપે તો ટૂંક સમયમાં આકાંક્ષા દુબેની આત્મહત્યાનું સત્ય સામે આવી શકે છે.

Shah Jina