આને મુર્ખામી કહેવી કે સાહસ ? જંગલ સફારી કરવા ગયેલો આ વ્યક્તિ વાઘને જોતા જ ફોટો પાડવા તેની પાછળ દોડવા લાગ્યો… વાયરલ થયો વીડિયો
ફોટોગ્રાફી માટે ઘણા લોકોને ખુબ જ ક્રેઝ હોય છે, ઘણા લોકો તો એમ પણ વિચારતા હોય છે કે તે એવી ફોટોગ્રાફી કે સેલ્ફી લે જેના દ્વારા તે રાતો રાત ફેમસ પણ થઇ જાય અને આ ચક્કરમાં જ ઘણા લોકો મોતને પણ ભેટતા હોય છે. તો ઘણા લોકો દુર્ઘટનાનો પણ શિકાર બનતા હોય છે. હાલ આવી જ એક ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક માણસ જંગલમાં વાઘની પાછળ દોડી રહ્યો છે. આ વીડિયો ઘણો ખતરનાક છે. આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા પર લોકો એકદમ ગુસ્સે થઈ ગયા છે. વીડિયોની અંદર આ વ્યક્તિની હરકત રૂંવાડા ઉભા કરી દેનારી છે અને એટલે જ લોકોના ગુસ્સે થવું પણ વ્યાજબી છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર IFS સુશાંત નંદાએ શેર કર્યો છે. તેમણે લખ્યું છે “વન્યજીવો સાથે છેડછાડ કરવી બિલકુલ ખોટું છે. જંગલના અલગ-અલગ નિયમો હોય છે. જો કંઈક અનિચ્છનીય બને છે, તો તે દરેક માટે ખરાબ છે. આવા કેટલાક લોકોના કારણે સામાન્ય લોકો મુશ્કેલીમાં મુકાય છે.”
This is going viral. For all the wrong reasons. Tiger tourism sustains local livelihoods & helps in the cause of conservation. Such acts of few morons are giving it a bad name. Please desist from such foolhardy acts & ask ur friends to be sensible during wildlife safari’s. pic.twitter.com/jzUxd1oc6V
— Susanta Nanda IFS (@susantananda3) January 5, 2023
આ વીડિયોને પોસ્ટ થયા બાદ અત્યાર સુધી 20 હજારથી વધુ લોકોએ જોયો છે. આ વીડિયો પર લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકો વ્યક્તિની મૂર્ખતા પર ગુસ્સે થઈ રહ્યા છે. તેઓ કહે છે કે આ રીતે વન્યજીવોને ખલેલ પહોંચાડવી જોઈએ નહીં. કેટલાક લોકો એમ પણ કહી રહ્યા છે કે આ વ્યક્તિનો સેલ્ફી શોખ એક દિવસ તેનો જીવ લઇ લેશે.