અભિનેતા રમેશ દેવને અંતિમ વિદાય આપવા માટે ઉમટ્યું બૉલીવુડ, રાજ ઠાકરેએ પણ કર્યું અંતિમ પ્રણામ

ગઈ કાલે હિન્દી અને મરાઠી ફિલ્મોમાં ઘણી યાદગાર ભૂમિકાઓ ભજવનાર રમેશ દેવનું હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. તેઓ છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા. આ વરિષ્ઠ કલાકાર બ્લેક એન્ડ વ્હાઇટના સમયથી સિનેમામાં કામ કરે છે. તેમની પત્ની સીમા દેવ પણ જાણીતી અભિનેત્રી રહી ચુકી છે. રમેશ દેવે 250થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું, તેઓ મરાઠી ફિલ્મ ઉદ્યોગના જાણીતા અભિનેતા હતા અને ઘણી હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.રમેશ દેવના નિધનથી ચાહકો ખૂબ જ દુઃખી છે.

રમેશ દેવના અંતિમ સંસ્કાર ગુરુવાર 3 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યા હતા. અભિનેતા રમેશ દેવની અંતિમ યાત્રામાં બોલિવૂડ અને મરાઠી સિનેમાના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. આ ઉપરાંત MNS વડા રાજ ઠાકરે પણ અભિનેતાને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા.

બોલિવૂડ એક્ટર મહેશ માંજેકર, ડાયરેક્ટર આશુતોષ ગોવારિકર, રઝા મુરાદ, સયાની ગુપ્તાથી લઈને રાજ ઠાકરે સહિત અનેક હસ્તીઓ રમેશ દેવને અંતિમ વિદાય આપવા પહોંચી હતી. રમેશ દેવે મુંબઈની ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. 4 દિવસ પહેલા અભિનેતાએ તેનો 93મો જન્મદિવસ ઉજવ્યો હતો.

થોડા સમય પહેલા રમેશ દેવ એક એવોર્ડ ફંક્શનમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે કહ્યું હતું કે તેઓ 100 વર્ષ જીવશે. અભિનેતા રમેશે પોતાના કરિયરની શરૂઆત રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ ‘આરતી’થી કરી હતી. બોલિવૂડ સિવાય તેમણે મરાઠી સિનેમામાં પણ ઘણું કામ કર્યું છે.

તે મહારાષ્ટ્રના કોલ્હાપુરનો રહેવાસી હતો. તેણે અભિનેત્રી સીમા દેવ સાથે લગ્ન કર્યા હતા. સીમા દેવે 80ના દાયકાની હિન્દી અને મરાઠી ફિલ્મોમાં કામ કર્યું છે. રમેશ દેવને બે બાળકો છે, અજિંક્ય દેવ અને અભિનય દેવ. અભિનય દેવ બોલિવૂડ અને ટેલિવિઝન માટે સ્ક્રિપ્ટ રાઈટર છે અને તેણે “ગેમ”, “ડેઈલી બેલી”, “24”, “ફોર્સ્ડ 2” અને “બ્લેકમેલ” જેવી ફિલ્મો માટે કામ કર્યું છે.

રમેશ દેવે તેમની કારકિર્દીમાં લગભગ 450 ફિલ્મો અને લગભગ 250 જાહેરાતોમાં કામ કર્યું. અભિનય ઉપરાંત તેમણે ઘણી ફિલ્મોનું નિર્માણ પણ કર્યું હતું. રમેશ દેવે પોતાની કારકિર્દીમાં અમિતાભ બચ્ચન, રાજેશ ખન્ના, શત્રુઘ્ન સિંહા જેવા કલાકારો સાથે કામ કર્યું છે. હાર્ટ એટેક આવતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Niraj Patel