બોમ્બે હાઇકોર્ટે આલિયા ભટ્ટ અને સંજય લીલા ભણસાલીને આપી રાહત, “ગંગુબાઇ કાઠિયાવાડી”ને લઇને દાખલ થયો હતો માનહાનિનો કેસ

સંજય લીલા ભણસાલીના નિર્દેશનમાં બનેલી અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ બોલિવૂડમાં લાંબા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મ સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. હવે બોમ્બે હાઈકોર્ટે બુધવારના રોજ આ કેસ પર સ્ટે મૂક્યો છે. આ કેસમાં આલિયા ભટ્ટ અને સંજય લીલા ભણસાલી બંનેનું નામ હતું. આ કેસમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે આ વર્ષે માર્ચ મહિનામાં આલિયા ભટ્ટ, સંજય લીલા ભણસાલી અને તેમની પ્રોડક્શન કંપનીના નામ પર સમન્સ જારી કર્યું હતું.

ગંગુબાઈ કાઠિયાવાડીના દત્તક પુત્ર હોવાનો કથિત રીતે દાવો કરતા બાબુજી શાહ દ્વારા કરવામાં આવેલા માનહાનિના દાવા પર સમન્સ જારી કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે આ ફિલ્મ ગંગુબાઈના જીવન પરથી પ્રેરિત છે. આ મામલાની સુનાવણી કરતા કોર્ટે કહ્યુ કે, જે કાનૂની પ્રાવધાનો અંતર્ગત કે દાખલ કરવામાં આવ્યો છે તેના હિસાબથી પ્રાથમિક આધાર પર કોઇ મામલો બનતો નજર આવી રહ્યો નથી કારણ કે તે આવું કંઇ પણ કરતા નજર આવી રહ્યા નથી કે જેનાથી કોઇ વ્યક્તિ વિરૂદ્ધ માનહાનિનો કેસ બને. કોર્ટે કહ્યું હતું કે પ્રથમ દૃષ્ટિએ એવું કોઈ તથ્ય મળ્યું નથી કે જે સાબિત કરે કે આરોપ મૂકનાર ગંગુબાઈના પરિવારનો સભ્ય છે.

જસ્ટિસ એકે શિંદેએ પોતાનો ચુકાદો સંભળાવતા આલિયા અને સંજય લીલા ભણસાલીને રાહત આપી છે. તમને જણાવી દઈએ કે ફિલ્મમાં આલિયા ભટ્ટને ગંગુબાઈના રોલમાં બતાવવામાં આવી છે. એવો દાવો કરવામાં આવે છે કે આ ફિલ્મ હુસૈન ઝૈદીની નવલકથા ‘ધ માફિયા ક્વીન ઑફ મુંબઈ’ના એક પ્રકરણ પર આધારિત છે. શાહે કહ્યું કે આ નવલકથાનો અમુક ભાગ ખૂબ જ અપમાનજનક છે અને ગંગુબાઈની છબીને બદનામ કરે છે. જેના આધારે શાહે ફિલ્મની રિલીઝ પર સ્ટે માંગ્યો હતો.

ફરી એકવાર ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ની રિલીઝ ડેટ ચેન્જ થઈ If છે. આ ફિલ્મ 6 જાન્યુઆરી, 2022માં રિલીઝ થવાની હતી પરંતુ હવે ફિલ્મ 18 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થશે. આલિયાની બીજી એક ફિલ્મ જાન્યુઆરીમાં આર આર રાજમૌલિની RRR રિલીઝ થવાની છે અને તેથી જ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ની રિલીઝ ડેટ ચેન્જ કરવામાં આવી છે.

Shah Jina