મહેશ-નરેશની પ્રથમ પુણ્યતિથિ : દુનિયાને અલવિદા કહેનાર નરેશ-મહેશની જોડીઓ વિષે જાણીએ, જાણી-અજાણી વાતો

80ના દાયકામાં નરેશ-મહેશની આ જોડીએ અમેરિકામાં રચ્યો હતો ઈતિહાસ, રસપ્રદ લેખ

ગયા વર્ષે ગુજરાત ફિલ્મ ઉદ્યોગએ 2 દિગ્ગજ લોકોને ગુમાવ્યા છે. 25 ઓક્ટોબરે પાટણના પૂર્વ સાંસદ અને સંગીતકાર મહેશ કનોડિયાના નિધનના 2 દિવસ બાદ એટલે કે 27 ઓક્ટોબરે ગુજરાતી સુપરસ્ટાર નરેશ કનોડિયાએ આ ફાની દુનિયાને અલવિદા કહ્યું હતું. ગુજરાતી ફિલ્મ જગતમાં મહેશ- નરેશના નામથી જોડી જાણીતી હતી. બંને ભાઈઓના જન્મ વચ્ચે 6 વર્ષ પરંતુ નિધનમાં ફક્ત 2 દિવસનું અંતર હતું.

મહેશ કનોડિયાનો જન્મ કનોડા ગામમાં 27 જાન્યુઆરી 1937ના રોજ થયો હતો, જ્યારે તેમનું મૃત્યુ 83 વર્ષની વયે 25 ઓક્ટોબરના દિવસે લાંબી માંદગી બાદ થયું હતું. નાના ભાઈ નરેશ કનોડિયાનો જન્મ 20 ઓગસ્ટ 1943ના રોજ થયો હતો. તેમનું 77 વર્ષની વયે 27 ઓક્ટોબર 2020ના રોજ નિધન થયું હતું.

નરેશ કનોડિયાના પિતા મીઠાભાઈ તથા માતા દલીબેન વણાટકામ કરતાં હતાં. તેઓ સાડી, ટુવાલ, ધોતિયાં જેવા કપડાં બનાવતા હતાં. નરેશ કનોડિયાને ત્રણ ભાઈઓ(મહેશ કનોડિયા, શંકર કનોડિયા, દિનેશ કનોડિયા) તથા ત્રણ બહેનો (નાથીબેન, પાની બેન તથા કંકુબેન) છે. મહેશ કનોડિયાના ભાઈ નરેશ કનોડિયાએ નાની ઉંમરમાં જ ભાઈ સાથે સ્ટેજ પર પર્ફોમન્સ આપવાની શરૂઆત કરી હતી.

મહેશ કનોડિયાએ લોકસંગીત ગરબા અને બીજી ફિલ્મી આલ્બમોમાં પણ સંગીત આપ્યું છે. વધુમાં તેમણે છોટા આદમી, હસીના માન જાયેગી, આઝાદી કે દિવાને, મેરી દોસ્તી તેરા પ્યાર, રફુચક્કર, રાજા ઔર રાના, કૌન, લાજવંતી, કુરબાની, પ્યાર મહોબત, મેરા ફેંસલા, મજે લે લો, તેરે પ્યાર મેં અને આવારા લડકી જેવી હિન્દી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું છે. મહેશ કનોડિયા ‘મહેશ કુમાર એન્ડ પાર્ટી’ થી જાણીતા હતા. મહેશ કનોડિયા ઉમદા ગાયક હતા. તેના કંઠમાં સરસ્વતી વસતી હતી. મહેશ સ્ત્રી અને પુરુષ બંનેના અવાજમાં ગીત ગાઈ શકતા હતા. મહેશ કનોડિયા 32 અવાજમાં ગીતો ગાવા માટે પ્રખ્યાત છે.

ભારત બહાર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના મહેશ-નરેશની જોડી સ્ટેજ પર્ફોમન્સ આપનારી પ્રથમ જોડી હતી. મહેશ-નરેશની જોડી એ 1980ના દાયકામાં એશિયાના કેટલાંક દેશો, આફ્રિકા અને અમેરિકામાં સ્ટેજ પર્ફોમન્સ આપ્યું હતું. જે બાદ ગુજરાતમાં પણ તેમના અનેક શો થયા હતા.
મહેશ કનોડિયાએ પોતાના ભાઈ નરેશ કનોડિયા સાથે મળીને મહેશ-નરેશે સંગીતકાર તરીકે વેલીને આવ્યા ફૂલ (1970)જીગર અને અમી (1970)તાનારીરી (1975)તમે રે ચંપો ને અમે કેળ વણઝારી વાવ, સાજણ તારા સંભારણા, ભાથીજી મહારાજ, હિરણને કાંઠે, મરદનો માંડવો, ઢોલા મારુ,જોડે રહેજો રાજમાં સંગીત આપ્યું છે.

મહેશ કનોડિયાને અનેક એવોર્ડ પ્રાપ્ત થયા હતા. જેમાં 1970-71માં જીગર અને અમી માટે શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ મળ્યો હતો. 1974-75માં તાનારીરી માટે શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. આ સિવાય અનેક ફિલ્મો માટે એવોર્ડ મળ્યા હતા.

નરેશ કનોડિયાએ 125થી વધુ ફિલ્મમાં કામ કર્યું છે. નરેશ કનોડિયાએ વેલીને આવ્યા ફૂલથી તેની કરિયરની શરૂઆત કરી હતી. નરેશ કનોડિયાનું ગુજરાતી ફિલ્મી જગતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ફિલ્મ જોગ સંજોગ માટે તેને શ્રેષ્ઠ સંગીત માટે એવોર્ડ પણ મળ્યો હતો.

મહેશ-નરેશે જ્યારે ગુજરાતી ફિલ્મ જગતમાં કામ કરવાની શરૂઆત કરી ત્યારે તેમણે બિલિમોરિયા સરનેમ સાંભળી હતી. તેમણે આ અટક અંગે જ્યારે વધુ જાણ્યું તો તેમને ખ્યાલ આવ્યો કે તે આ અટક બિલિમોરા ગામ પરથી પડી છે. આ વાતથી પ્રભાવિત થઈને મહેશ-નરેશે પણ પોતાના ગામ કનોડા પરથી કનોડિયા સરનેમ રાખી હતી.

નરેશ કનોડિયાને એક પુત્ર હિતુ કનોડિયા છે. હિતુ કનોડિયા પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો સ્ટાર અને ઇડરનો સાંસદ છે. હિતુએ ગુજરાતી એક્ટ્રેસ મોના થીબા સાથે લગ્ન કર્યાં છે. બંનેને એક દીકરો રાજવીર છે. નરેશ કનોડિયા પરિવાર સાથે ગાંધીનગરમાં રહેતા હતા તેમની સાથે મહેશ કનોડિયા પણ રહેતા હતા.

સ્વ.નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાને 9 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિના હસ્તે પદ્મશ્રી એવોર્ડ પરિવારજનને આપશે. મહત્વનું છે આ અંગેની જાહેરાત 25 જાન્યુઆરી 2021ના રોજ કરવામાં આવી હતી પણ કોરોનાની બીજી લહેરને કારણે સમારંભ મોકૂફ રાખવામાં આવ્યો હતો જે બાદ હવે આવનાર 9 નવેમ્બરના રોજ બંને સ્વર્ગસ્થ કનોડિયા બંધુ ઉપરાંત કુલ 119 હસ્તિઓને પદ્મ પુરસ્કારો એનાયત કરવામાં આવશે.9

YC