પારડીની પરીયા સ્કૂલમાંથી છૂટીને માસુમ બાળક આવી રહ્યો હતો પોતાના ઘરે, અચાનક ઉડી ગયું પ્રાણ પંખેરુ

6 વર્ષના બાળકને કાળ ભરખી ગયો, પરિવારનું ધ્રુજાવી દેતું કરુણ આક્રંદ

ગુજરાતમાંથી અકસ્માતના બનાવો સતત સામે આવી રહ્યા છે, ત્યારે ઘણા લોકો આવા અકસ્માતનો ભોગ બની પોતાનું જીવન પણ ગુમાવતા હોય છે, આવી જ એક દુઃખદ ઘટના પારડીમાંથી સામે આવી છે જ્યાં સ્કુલમાંથી છૂટીને હરખભેર ઘરે આવી રહેલા બાળકને એક કાર ચાલકે ટક્કર મારતા બાળકનો જીવ ચાલ્યો ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર પારડીના પરિયા ગામે લાગિયા ફળીયામાં રહેતા મહેન્દ્ર ગુલાબભાઈ પટેલના 6 વર્ષીય પુત્ર ધ્રુવિશ પ્રાથમિક શાળામાં ધો.1માં અભ્યાસ કરતો હતો. બુધવારે ધ્રુવીશ સ્કૂલમાંથી છૂટી અને હરખ ભેર પોતાના ઘરે અન્ય વિદ્યાર્થીઓ સાથે જઈ રહ્યો હતો. આ દરમિયાન જ ગોઈમાંથી પરીયા તરફ આવવાના માર્ગ પરથી પુરપાટ ઝડપે આવી રહેલી વરના કાર નંબર GJ15CL0668ના ચાલકે ધ્રુવિશને અડફેટમાં લઇ માર્ગ પર ફેંકી દીધો હતો.

આ અકસ્માતની અંદર ધ્રુવિશ લોહીલુહાણ થઇ ગયો હતો. અકસ્માત જોઈને આસપાસ રહેલા લોકો પણ દોડી આવ્યા હતા અને લોકોએ અકસ્માત સર્જનાર કારને રોકી એજ કારમાં ધ્રુવિશને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ કારની અડફેટે એટલી જોરદાર હતી કે હોસ્પિટલમાં તબીબે ધ્રુવીશને મૃત જાહેર કર્યો.

માસુમ બાળક એવા ધ્રુવીશના મોત ના કારણે ગામલોકોએ કારચાલક પર આક્રોશ ઠાલવતા વાતાવરણ તંગ બની ગયું હતું. જેના બાદ ગામના સરપંચે કાર ચાલકને પોલીસના હવાલે કરી દીધો હતો. પોલીસે આ અબતેં અકસ્માતનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. કાર ચાલક ગ્રામ સેવક શશીકાંત હોવાનું સામે આવ્યું છે.

Niraj Patel