ક્રિકેટ એ દુનિયાભરના લોકોની સૌથી મનગમતી રમત છે. જયારે પોતાની મનગમતી ટીમ મેદાનમાં રમી રહી હોય ત્યારે દર્શકો પણ તેમની ટીમને સપોર્ટ કરવા માટે મેદાનમાં અને ટીવીની સામે ગોઠવાઈ જતા હોય છે, ઘણીવાર લાઈવ મેચમાં જ એવી એવી ઘટનાઓ બનતી હોય છે જેને જોઈને દર્શકો પણ હેરાન રહી જતા હોય છે, હાલ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે.
વાયરલ વીડિયોમાં એક લાઈવ મેચના દૃશ્યો જોવા મળી રહ્યા છે, જેમાં ફિલ્ડિંગ કરનારી ટીમે એક બે નહિ પરંતુ 9 ખેલાડીઓને સ્લિપમાં લગાવી લીધા, જેના બાદ આખા મેદાનમાં બીજું કોઈ ખેલાડી બચ્યું જ નહીં. એક બોલર અને વિકેટ કીપર જ રહ્યા. જેનો વીડિયો સામે આવતા જ દર્શકો પણ હેરાન રહી ગયા અને આ નજારો જોતા જ રહી ગયા.
આ ઘટના બની હતી યુરોપિયન ક્રિકેટ લીગ દરમિયાન. જેમાં રોમાનિયા અને નોર્વે વચ્ચે એક મુકાબલો રમાઈ રહ્યો હતો. આ દરમિયાન રોમાનિયાની ટીમ બેટિંગ કરી હતી હતી અને નોર્વેની ટીમ ફિલ્ડિંગ. ત્યારે જ નોર્વેની ટીમ દ્વારા 9 ખેલાડીઓને સ્લિપમાં લગાવી દેવામાં આવ્યા. એક રીતે આખો નજારો જોતા એવું લાગતું હતું કે ટીમના બધા જ 11 ખેલાડીઓ એક જ ફ્રેમમાં નજર આવી રહ્યા છે.
View this post on Instagram
આ મેચ ગત 6 ઓક્ટોબરના રોજ રમાઈ હતી. એક જ સાઈડમાં ફિલ્ડિંગ સેટ કર્યા બાદ પણ બેટ્સમેને તે સાઈડમાં જ બોલ માર્યો અને રન પણ લઇ લીધો. આ મેચમાં નોર્વેએ રોમાનિયાને 43 રનથી હરાવી દીધું હતું. પહેલા બેટિંગ કરતા નોર્વેએ 10 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 97 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રોમાનિયાની ટિમ 10 ઓવરમાં 7 વિકેટના નુકશાન ઉપર ફક્ત 54 રન જ બનાવી શકી.