82 વર્ષની ઉંમરે પણ 9 કલાક કામ કરતા હતા વૃદ્ધ, સોશિયલ મીડિયાથી લોકોએ આપ્યા 1 કરોડ જેટલા રૂપિયા

82 વર્ષના વૃદ્ધ કર્મચારીને મળ્યા 1 કરોડ રૂપિયા, વાયરલ થયો હતો વીડિયો

આપણને બધાને બાળપણથી જ શીખવાડવામાં આવે છે કે કોઇના માટે કરવામાં આવેલી નાની મદદ પણ જરૂરતમંદ સાબિત થઇ શકે છે. આવું જ કંઇક જોવા મળ્યુ વોલ-માર્ટના કેશિયર સાથે, જ્યારે 82 વર્ષીય કેશિયર નિવૃત્ત થયા ત્યારે તેમને 108,682 ડોલર રૂપિયાનો ચેક મળ્યો અને આ ચેક કોઈ કંપની પાસેથી નહીં પરંતુ ક્રાઉડ ફંડિંગ દ્વારા મળ્યો. યુ.એસ.માં વોલમાર્ટમાં કેશિયર તરીકે કામ કરતા 82 વર્ષીય વોરેન મેરિયન માટે ક્રાઉડફંડિંગ દ્વારા લગભગ એક કરોડ જેટલા રૂપિયા એકત્ર કરવામાં આવ્યા.

મેરીલેન્ડના કમ્બરલેન્ડમાં રહેતા વોરેન મેરિયનને ઓનલાઈન ક્રાઉડ ફંડિંગના કારણે એક કરોડ રૂપિયા મળ્યા છે. GoFundMe for Marion નામની સંસ્થાએ તેમના માટે ક્રાઉડફંડિંગ એકત્ર કર્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સંસ્થાના માલિક રોરી મેકકાર્ટીએ 82 વર્ષીય કેશિયર મેરિયન માટે એક વીડિયો પોસ્ટ કર્યો હતો. Rory McCartyના ટિકટોક પર લાખો ફોલોઅર્સ છે, જેમણે મેરિયનને મદદ કરી છે.

મેકકાર્ટીએ તેની પોસ્ટમાં જણાવ્યું હતું કે તે યુએસ નેવીના અનુભવી મેરિયનને નિવૃત્ત થાય ત્યારે ગમતી બધી વસ્તુઓ કરવામાં સમર્થ થવામાં મદદ કરવા માંગે છે. મેકકાર્ટીએ GoFundMe પેજ પર લખ્યું, ‘એક બિઝનેસ માલિક તરીકે, હું સમજી શકું છું કે પૈસા કમાવવા કેટલા મુશ્કેલ છે. પરંતુ દરરોજ 8 થી 9 કલાકની શિફ્ટ કરતા આ વૃદ્ધનું સમર્પણ જોઈને દંગ રહી ગયા. તે વોલમાર્ટ સ્ટોરમાં કેટલીક બેટરી ખરીદવા ગયા હતા, ખરીદી કર્યા પછી તે કેશ કાઉન્ટર પર ઉભો રહ્યો, જ્યાં તેણે વૃદ્ધ મેરિયનને જોયા, જે તેના ચહેરા પર સ્મિત સાથે કેશ કાઉન્ટર સંભાળી રહ્યા હતા.

તે ભીડને ખૂબ જ સરળતાથી હેન્ડલ કરી રહ્યા હતા. તે મેરિયનના કામ પ્રત્યેના સમર્પણથી પ્રભાવિત થયા હતા, આ ઉંમરે પણ વ્યક્તિ કેવી રીતે દરરોજ 8 થી 9 કલાકની શિફ્ટ કરે છે. ત્યારે તેમણે વોલમાર્ટના જૂના કર્મચારીને મદદ કરવાનું નક્કી કરે છે. તેણે ‘GoFundMe’ નામના ક્રાઉડફંડિંગ પ્લેટફોર્મ ટિકટોક પર વૃદ્ધ વ્યક્તિનો વીડિયો પોસ્ટ કર્યો. આ પછી તેમાં પૈસા જમા થવા લાગ્યા. રોરીએ કહ્યું, “હું ભૂતપૂર્વ નૌકાદળ (બુચ)ને તેમના જીવનના છેલ્લા કેટલાક દિવસો પસાર કરવામાં મદદ કરવા માંગતો હતો. જેથી તે ફ્લોરિડામાં પોતાના બાળકોને મળી શકે.

Shah Jina